ગુજરાત

gujarat

ETV Bharat / state

Heritage walk in Bhuj : આપણું ભવિષ્ય ઘડવા માટે ભૂતકાળ જોવો જરૂરી છે, વર્લ્ડ હેરિટેજ ડે નિમિતે ભુજમાં હેરિટેજ વોક

આજે 18 એપ્રિલ વર્લ્ડ હેરિટેજ ડે (World Heritage Day 2022) છે. આ નિમિતે ડાયરેક્ટરોરેટ આર્કિયોલોજી અને મ્યુઝિયમ ડિપાર્ટમેન્ટ (Department of Archeology and Museums ) ઓફ સ્પોર્ટ્સ એન્ડ કલ્ચર એક્ટિવિટીઝ કચ્છ મ્યુઝિયમ (Kutch Museum) દ્વારા હેરિટેજ વોકનું (Heritage walk in Bhuj)આયોજન કરવામાં આવ્યું હતું.

Heritage walk in Bhuj : આપણું ભવિષ્ય ઘડવા માટે ભૂતકાળને જોવું જરૂરી છે, વર્લ્ડ હેરિટેજ ડે નિમિતે ભુજમાં હેરિટેજ વોક યોજાઈ
Heritage walk in Bhuj : આપણું ભવિષ્ય ઘડવા માટે ભૂતકાળને જોવું જરૂરી છે, વર્લ્ડ હેરિટેજ ડે નિમિતે ભુજમાં હેરિટેજ વોક યોજાઈ

By

Published : Apr 18, 2022, 2:36 PM IST

કચ્છ - કચ્છની ધરા પર અનેક ઐતિહાસિક ધરોહરો આવેલી છે.આ વારસાની જાળવણી કરવાની જવાબદારી માત્ર પુરાતત્વ ખાતાની કે સરકારની નથી, પરંતુ આપણા સૌ કોઈની છે. આજે 18 એપ્રિલ એટલે કે વર્લ્ડ હેરિટેજ ડે (World Heritage Day 2022) નિમિતે ડાયરેક્ટરોરેટ આર્કોલોજી અને મ્યુઝિયમ ડિપાર્ટમેન્ટ (Department of Archeology and Museums )ઓફ સ્પોર્ટ્સ એન્ડ કલ્ચર એક્ટિવિટીઝ કચ્છ મ્યુઝિયમ (Kutch Museum) દ્વારા હેરિટેજ વોકનું (Heritage walk in Bhuj) આયોજન કરવામાં આવ્યું હતું.

વારસાની જાળવણી કરવાની જવાબદારી માત્ર પુરાતત્વ ખાતાની કે સરકારની નથી, પરંતુ આપણા સૌ કોઈની છે

ઐતિહાસિક વારસાના ઈતિહાસ અને મહત્વ અંગે જાણવા માટે જોડાયા - કચ્છ મ્યુઝિયમ દ્વારા આયોજિત આ હેરિટેજ વોકમાં અનુભવી ઇતિહાસપ્રેમીઓ અને યુવાનો કે જેઓ આતુરતાપૂર્વક ભુજમાં આવેલા ઐતિહાસિક વારસાના ઈતિહાસ અને મહત્વ અંગે જાણવા માટે જોડાયા હતાં.પત્રકાર અને ઇતિહાસ પ્રત્યે રસ ધરાવતા નરેશ અંતાણીએ આ હેરિટેજ વોક દરમિયાન ભુજમાં આવેલા ઐતિહાસિક સ્થળોની મુલાકાત કરાવી હતી. ઉપરાંત આ ઐતિહાસિક વારસા અંગેની માહિતી પણ પૂરી પાડી હતી.

કયા ઐતિહાસિક સ્થળો આવરાયાં-આ હેરિટેજવોક્માં ભુજમાં આવેલ આઇના મહલ, પ્રાગ મહલ, રામકુંડ, કચ્છ મ્યુઝિયમ, નાનીબાઈ સંસ્કૃત પાઠશાળા, કચ્છ ગવર્મેન્ટ પ્રેસ, જમાદાર ફતેહ મોહમ્મદ ખોરડો, જૂનું પ્રસાદી મંદિર, ઓલ્ફ્રેડ હાઇસ્કુલ, વ્રજભાષા પાઠશાળા વગેરે જેવા સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી.

જૂનું સ્વામિનારાયણ મંદિર - હેરિટેજ વોકમાં લોકોને માહિતગાર કરતાં ઇતિહાસકાર નરેશ અંતાણીએ કહ્યું હતું કે, જૂનું સ્વામિનારાયણ મંદિર જે પ્રસાદી મંદિર તરીકે પણ ઓળખાય છે, તેે શહેરના દરબાર ગઢ નજીક આવેલું છે. આ સ્વામિનારાયણ મંદિર કચ્છમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સ્થાપવામાં આવેલું સૌપ્રથમ મંદિર હતું. સહજાનંદ સ્વામી જ્યારે કચ્છની મુલાકાતે આવ્યા હતાં ત્યારે આઠ વર્ષ સુધી તેઓ કચ્છમાં રહ્યાં હતાં.

આપણું ભવિષ્ય ઘડવા માટે આપણને આપણા ભૂતકાળને જોવું જરૂરી છે

જૂની કોર્ટ- ભુજના આશાપુરા મંદિર નજીક આવેલી આ ઇમારત આઝાદી પહેલાં રાજાના દીવાનનું નિવાસસ્થાન હતું. તે સમયે સ્વામી વિવેકાનંદ કચ્છના પ્રવાસે આવ્યા હતાં અને ત્યારે અહીં તેમણે રોકાણ કર્યું હતું. આઝાદી બાદ રાજાશાહી યુગનો અંત આવતા આ ઇમારતને જિલ્લા અદાલત તરીકે વપરાશ કરવામાં આવતું હતું. પણ 2001ના ભૂકંપમાં આ ઇમારતની હાલત અત્યંત દયનીય બની હતી જે કારણે કોર્ટને અન્ય જગ્યા પર સ્થળાંતર કરી તે ઇમારતને તેમની તેમ રહેવા દીધી. આજે આ જૂની કોર્ટની ઇમારતની દુર્દશા જોઈ કોઈ વ્યક્તિને વિચાર આવવો અશક્ય છે કે ઇતિહાસમાં આ જગ્યા પર સ્વામી વિવેકાનંદ જેવી મહાન હસ્તી રહી હતી.

આ પણ વાંચો -CM Bhupendra Patel on Gujarat Tourism: ગુજરાત પ્રવાસનને વૈશ્વિક નકશામાં અંકિત કરીને જ રહીશુંઃ CM Patel

નાનીબા સંસ્કૃત પાઠશાળા- ભુજના પાટવાળી નાકા નજીક આવેલી આ ઇમારત રાજાશાહી સમયની કચ્છની પ્રથમ પાઠશાળા હતી. તે સમયના કચ્છના મહારાણી નાનીબાના નામ પર આ પાઠશાળા શરૂ કરવામાં આવી હતી જ્યાં ખાસ સંસ્કૃતનું અભ્યાસ થતું હતું. આઝાદીની ચળવળ સમયે આ કચ્છના પ્રવાસે આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી અને મહાદેવ દેસાઈ આ સ્થળ પર રોકાયા હતા. તો અન્ય સ્મારકોની સરખામણીએ આ ઇમારતની દશા ઘણી સારી હોતાં હાલ અહીં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના પોલીસ ઇન્સ્પેકટરની કચેરી કાર્યરત છે.

જમાદાર ફતેહમામદનો ખોરડો- આ ભવ્ય ઇમારત રાજાશાહી સમયના કચ્છના સેનાપતિ જમાદાર ફતેહમામદનું નિવાસસ્થાન હતું. જમાદાર ફતેહમામદને એક જાંબાઝ સેનાપતિ અને વહીવટદાર તરીકે યાદ કરવામાં આવે છે. તો આજે આ સ્મારકની દુર્દશા એવી છે કે ઇતિહાસકારોના લેખ લખવા બાદ જિલ્લા તંત્રએ તેની આસપાસ ઊગી આવેલા બાવળિયા સાફ કર્યા હતા. તો કચ્છના સાંસદ વિનોદ ચાવડા દ્વારા પણ રાજ્યના પુરાતત્વ વિભાગને પત્ર લખ્યો છે.

કચ્છ ગવર્મેન્ટ પ્રેસ -આઝાદી પહેલા રાજા રજવાડાઓ દ્વારા જાહેર કરવામાં આવતા ફરમાન છાપવા કચ્છમાં એક પ્રિન્ટિંગ પ્રેસ સ્થાપવામાં આવી હતી. જમાદાર ફતેહ મામદના ખોરડાની એકદમ સામે આવેલી આ પ્રેસ સામેથી આજે હજારો લોકો પસાર થાય છે પણ તેમાંથી દસ લોકોને પણ ખ્યાલ નહીં હોય કે અહીં એક સમયે પ્રિન્ટિંગ પ્રેસ હશે જેની ઇમારત આજે પણ અહીં બિસ્માર હાલતમાં ઊભી છે.

આ પણ વાંચો - 16 કરોડ વર્ષ જૂના Jurassic Fossil Woodના Restoreની પ્રક્રિયા પૂર્ણતાના આરે

વ્રજભાષા પાઠશાળા- ભુજના આશાપુરા મંદિર પાસે આવેલી આ બંધ મકાન જેવી ઇમારત એક સમયના સાહિત્યના વારસાને પોતાને સંગ્રહીને બેઠી છે. કચ્છમાં આઝાદી પહેલા કાર્યરત આ વ્રજભાષા પાઠશાળામાં ગુજરાત તેમજ રાજસ્થાનથી અનેક લોકો કાવ્ય લખવાનું શિક્ષણ મેળવવા આવતા હતા. તો ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ દલપતરામ પણ આ પાઠશાળાની મુલાકાતે આવ્યા હતા.

હેરિટેજ વોક દરમિયાન ભુજમાં આવેલા ઐતિહાસિક સ્થળોની મુલાકાત કરાવી હતી

રામકુંડ- આ કુંડ એક ખાસ પ્રકારનો જળસ્રોત છે જે 300 વર્ષથી વધુ પ્રાચીન હોવાના સંદર્ભો સાંપડે છે. આ કુંડની ચારેય તરફ દીવાલોમાં દીવા રાખવા માટે ગોખલાઓ ઘડેલા છે જેમાં દીવા મૂકતા સમગ્ર કુંડ રોશનીથી ઝળહળી ઉઠે છે. તો તેની જાળવણીના અભાવે હાલ ઇતિહાસકારો માંગ કરી રહ્યા છે કે આસ્થા અને ઇતિહાસના આ પ્રતીકને સાચવવા સરકાર યોગ્ય પ્રયાસ કરે.

આપણું ભવિષ્ય ઘડવા માટે આપણને આપણા ભૂતકાળને જોવું જરૂરી છે:ક્યુરેટર કચ્છ મ્યુઝિયમ- કચ્છ મ્યુઝિયમના ક્યુરેટર શેફાલીકા અવસ્થીએ ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, ભુજમાં અનેક ઐતિહાસિક સ્મારકો આવેલા છે જે સામાન્ય પર્યટકોના ધ્યાનથી દૂર રહે છે. પણ આ સ્મારકોને પ્રવાસનના નકશા પર મૂકવા આપણે જ સૌપ્રથમ તેને ઓળખવા પડશે. કારણ કે આપણું ભવિષ્ય ઘડવા માટે આપણને આપણા ભૂતકાળને જોવું જરૂરી છે. ત્યારે આ દરેક સ્મારકોમાં અનેક ઐતિહાસિક પ્રસંગો ઘડાયા છે. પણ આજે સરકાર અને જિલ્લા તંત્ર આ વારસાને જાળવવા પૂરતા પ્રયાસ કરી રહી નથી.

ABOUT THE AUTHOR

...view details