ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આફતાબની એન્ટ્રી, ગાંધીધામમાં આસામ CM હેમંત બિશ્વાએ આપ્યું નિવેદન - ગુજરાત વિધાનસભા ચૂંટણી

દિલ્હીમાં બનેલો શ્રદ્ધા હત્યા કેસ અને તેના આરોપી આફતાબના ( Shraddha Murder Accused Aftab ) નામ સાથે લવ જેહાદનો પ્રશ્ન ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ( Gujarat Assembly Election 2022 ) જોવા મળ્યો છે. કચ્છમાં આસામ મુખ્યપ્રધાન હેમંત બિશ્વા શરમાએ ( Hemant Bishwa Sharma Statement on Love Jihad ) આ મામલો જોડીને દેશ માટે નરેન્દ્ર મોદીની સરકારને જરુરી ગણાવી દીધી હતી.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આફતાબની એન્ટ્રી, ગાંધીધામમાં આસામ CM હેમંત બિશ્વાએ આપ્યું નિવેદન
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આફતાબની એન્ટ્રી, ગાંધીધામમાં આસામ CM હેમંત બિશ્વાએ આપ્યું નિવેદન

By

Published : Nov 19, 2022, 10:01 PM IST

કચ્છગુજરાત વિધાનસભા ચૂંટણીનો (Gujarat Assembly Election 2022) માહોલ જામ્યો છે અને સ્ટાર પ્રચારકો જુદાં જુદાં વિસ્તારમાં ઉમેદવારોને સમર્થન આપવા માટે સભાનું આયોજન કરી રહ્યા છે. ગાંધીધામ અને અંજાર વિધાનસભા બેઠક પરના ભાજપના ઉમેદવારો માટે આસામના મુખ્યપ્રધાન હેમંત બિશ્વા શરમા હાજર રહ્યા હતાં. તેમણે પ્રજાને સંબોધતા સમયે લવ જેહાદનો મુદ્દો છેડી દીધો ( Hemant Bishwa Sharma Statement on Love Jihad ) હતો. 26 વર્ષની શ્રદ્ધા વાલ્કરની ઘાતકી હત્યા અને તેનો હત્યારો આફતાબ ( Shraddha Murder Accused Aftab ) અત્યારે દેશભરમાં ચર્ચામાં છે ત્યારે આફતાબના નામની એન્ટ્રી ચૂંટણીમાં પણ થઈ છે.

નરેન્દ્ર મોદીને કેન્દ્રમાં ત્રીજી ટર્મ આપવાની જરૂર ગણાવવામાં શરમાએ આફતાબને સાંકળી લીધો હતો

શ્રદ્ધા હત્યા કેસને ભયાનક ગણાવી લવ જેહાદ તરીકે ઓળખાવ્યો હેમંત બિશ્વા શરમાએ ગાંધીધામ ખાતે પ્રજાને સંબોધતા જણાવ્યું હતું કે જો દેશમાં મજબૂત નેતા નહીં હોય તો દરેક શહેરમાં આફતાબ ( Shraddha Murder Accused Aftab ) પેદા થશે અને આપણે આપણા સમાજનું રક્ષણ કરી શકીશું નહીં. નરેન્દ્ર મોદી ( Narendra Modi ) ને ત્રીજીવાર વડાપ્રધાન બનાવવા જોઈએ. દેશને નરેન્દ્ર મોદીને કેન્દ્રમાં ત્રીજી ટર્મ આપવાની જરૂર છે. હેમંત બિશ્વા શરમાએ શ્રદ્ધા હત્યા કેસને ભયાનક ગણાવી લવ જેહાદ ( Hemant Bishwa Sharma Statement on Love Jihad ) તરીકે ઓળખાવ્યો હતો.

2024માં ત્રીજી વખત નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવામાં આવેઘટના અંગે ઉલ્લેખ કરતા આસામના મુખ્યપ્રધાન હેમંત બિશ્વા શરમાએ જણાવ્યું હતું કે, આફતાબ ( Shraddha Murder Accused Aftab ) શ્રદ્ધાબહેનને મુંબઈથી દિલ્હી લાવ્યો અને લવ જેહાદના નામે તેના 35 ટુકડા કરી નાખ્યા. અને ટુકડા ક્યાં રાખ્યા? ફ્રિજમાં. અને જ્યારે એક યુવતીની લાશના ટુકડા ફ્રિજમાં હતા તો એ બીજી યુવતીને ઘરે લાવ્યો અને ડેટિંગ શરૂ કર્યું. જો દેશ પાસે કોઈ શક્તિશાળી નેતા ન હોય, જે દેશને તેની માતા માને છે, તો આવા આફતાબ દરેક શહેરમાં પેદા થશે અને આપણે આપણા સમાજની રક્ષા નહીં કરી શકીએં. એટલે મહત્વનું એ છે કે 2024માં ત્રીજી વખત નરેન્દ્ર મોદી ( Narendra Modi ) ને વડાપ્રધાન બનાવવામાં આવે.

ABOUT THE AUTHOR

...view details