ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છ પર સર્જાયુ લો-પ્રેસર, વહેલી સવારથી અનેક જગ્યાએ ધીમીધારે વરસાદ - માંડવી ભચાઉ ગાંધીધામ અંજાર, ભૂજમાં વરસાદ નોંધાયો

રવિવારે સવારથી કચ્છના વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જેમાં માંડવી, ભચાઉ, ગાંધીધામ, અંજાર, ભૂજમાં વરસાદ નોંધાયો છે. હજુ પણ વાદળો ઘેરાયેલા છે અને લોકો સાવર્ત્રિક વરસાદની રાહ જોઈ રહ્યાં છે.

કચ્છ પર સર્જાયુ લો-પ્રેસર, વહેલી સવારથી અનેક જગ્યાએ ઘીમેધારે વરસાદ
કચ્છ પર સર્જાયુ લો-પ્રેસર, વહેલી સવારથી અનેક જગ્યાએ ઘીમેધારે વરસાદ

By

Published : Jul 6, 2020, 1:12 PM IST

કચ્છઃ હવાના લો-પ્રેસરને કારણે બે દિવસથી વરસાદના ઝાપટાથી ચાર ઈંચ સુધીના વરસાદ નોંધાયો છે. રવિવારે સવારથી કચ્છના વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જેમાં માંડવી, ભચાઉ, ગાંધીધામ, અંજાર, ભૂજમાં વરસાદ નોંધાયો છે. હજુ પણ વાદળો ઘેરાયેલા છે અને લોકો સાવર્ત્રિક વરસાદની રાહ જોઈ રહ્યાં છે.

કચ્છ પર સર્જાયુ લો-પ્રેસર, વહેલી સવારથી અનેક જગ્યાએ ઘીમેધારે વરસાદ

કચ્છ જિલ્લામાં કયાં કેટલો વરસાદ ?

અબડાસમાં-16 મીમી ભચાઉમાં 39 મીમી અંજારમાં 20 મીમી ભૂજમાં 11 મીમી

કચ્છમાં મેઘરાજાની પધરામણી સાથે અનેક ગામોમાં વરસાદના સમાચાર મળી રહ્યાં છે. ભૂજ સહિત અન્ય ગામોમાં ઝાપટાથી બે ઈંચ વરસાદ નોંધાયો છે. શનિવારે મુંદરાના વિવિધ ગામોમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. સોમવારે સવારથી માંડવી, ભચાઉ, અંજાર, ગાંધીધામમાં વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ, આગામી પાંચ દિવસ સુધી કચ્છ પર લો-પ્રેસરને પગલે મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. સક્રિય ચોમાસા વચ્ચે હવામાન વિભાગની વિવિધ આગાહીઓને પગલે કચ્છનું તંત્ર પણ એલર્ટ મોડ પર કામ કરી રહ્યુ છે.

ABOUT THE AUTHOR

...view details