કચ્છ : સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે ખેડૂતો પશુપાલકો અને લોકોમાં ખુશી ફરી વળી છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ માંડવી મથકમાં નોંધાયો છે. જેથી મોટાભાગના તળાવ ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. આ સ્થિતિમાં ચોમાસા સાથે શિયાળુ પાકની સિંચાઇ પણ થશે.
કચ્છમાં સાર્વત્રિક વરસાદને પગલે ખેડૂતો પશુપાલકો ખુશ ETV ભારતની ટીમે આજે કચ્છના માંડવી મથકની મુલાકાત લીધી હતી. માંડવી તાલુકાના ડોણ વણોઠી ડેમ ઓવરફ્લો થયો છે. વિજય સાગર ડેમ છલકાઈ જવાની તૈયારી છે. વિવિધ ગામોમાં મોટા ભાગના તળાવો છલકાઇ ગયા છે. પ્રથમ વરસાદમાં જ મેઘરાજાએ સૂકા મલકને તૃપ્ત કરી દેતા ખેડૂતો અને પશુપાલકોમાં ખુશી જોવા મળી રહી છે.
કચ્છમાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતો અને પશુપાલકોમાં ખુશનો માહોલ
ડેમ નજીક વાડી ખેતર ધરાવતા ખેડૂતે પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પ્રથમ વરસાદની ચોમાસા પાક માટે પૂરતો વરસાદ થઈ ગયો છે. સિંચાઈ માટેનો ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે. ખેડૂતો ખુશ છે અને હજુ પણ આવા જ સારા વરસાદની આશા રાખી રહ્યા છે.
કચ્છમાં સાર્વત્રિક વરસાદને પગલે ખેડૂતો પશુપાલકો ખુશ ત્યારે કેશુભા જાડેજા નામના ખેડૂતે જણાવ્યું હતું કે, ખેડૂતોની સાથે માલધારીઓ પણ ખુશ છે અને સારા વરસાદને પગલે નવજીવન શરૂ થયું છે. સીમાડા ઉગી નીકળતા પશુપાલકો માટે ખૂબ જ મોટી રાહત થઇ છે. તમામ લોકો મેઘરાજાનો આભાર માની રહ્યા છે.
કેવલ પટેલ નામના ખેડૂતે જણાવ્યું હતું કે, ડોણ ડેમ ઓવરફ્લો થયો છે. હજુ પણ વરસાદની આશા છે. આ વર્ષે પ્રથમ વરસાદમાં મેઘરાજાએ તમામને તૃપ્ત કરી દીધા છે. ચોમાસાનો પાક તો લેવાશે સાથે શિયાળુ પાક માટે પણ સિંચાઈ થઈ શકશે.