કચ્છઃ સમગ્ર રાજ્યમાં કેટલાય દિવસોથી મેધરાજા મન મુકીને વરસી રહ્યા છે, ત્યારે જિલ્લામાં પણ રવિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે માંડવી, મુન્દ્રા, અબડાસા પંથકના ગામોમાં બેથી પાંચ ઇંચ જેટલો મુશળધાર વરસાદ વરસ્યો છે. જિલ્લાના તમામ તાલુકાનો મળીને રવિવારે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 17 ઇંચ વરસાદ નોંધાયો છે.
કચ્છના તમામ તાલુકાનો મળીને 12 કલાકમા 17 ઈંચ વરસાદ મેઘરાજાની હંમેશાથી આતુરતાથી રાહ જોતા સુકા મુલક કચ્છમાં મેઘરાજાએ વરસાદના બીજા રાઉન્ડમાં સારો વરસાદ વરસાવ્યો હતો. આ વચ્ચે હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા જોવાઇ રહી છે. જેને પગલે કચ્છના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે.
કચ્છના તમામ તાલુકાનો મળીને 12 કલાકમા 17 ઈંચ વરસાદ હવામાન વિભાગની આગાહીને પગલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર સક્રિય બન્યું છે અને એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરને કારણે માંડવી, મુન્દ્રા, અબડાસા પંથકના વિવિધ ગામોમાં ભારે વરસાદ નોંધાયો છે.
કચ્છના તમામ તાલુકાનો મળીને 12 કલાકમા 17 ઈંચ વરસાદ પૂર્વ કચ્છના અંજાર અને ગાંધીધામમાં એકથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. રવિવારે સાંજે ચાર વાગ્યા પછી કચ્છના વિવિધ વિસ્તારોમાં વરસાદ બંધ થયો હતો, જોકે સ્થિતિને ધ્યાને લઇને હજુ પણ વધુ વધુ વરસાદ નોંધાઈ શકે છે. સત્તાવાર આંકડાઓ મુજબ અંજારમા 23 MM, અબડાસામા 19 MM, ગાંધીધામમાં 64 MM, મુંદરામાં 132 MM, માંડવીમા 133 MM અને લખપતમા 35 MM વરસાદ નોંધાયો છે.
કચ્છના તમામ તાલુકાનો મળીને 12 કલાકમા 17 ઈંચ વરસાદ