ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં ભારે વરસાદથી જનજીવન ઠપ્પ, અનેક ગામોમાં વીજ પુરવઠો બંધ - ETV Bharat

કચ્છઃ જિલ્લામાં સાંબેલાધારે વરસેલા વરસાદથી નાના-મોટા નદી-નાળા અને તળાવો છલકાઇ ગયા છે. જેથી નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા જનજીવન ખૂબ જ પ્રભાવિત થયું છે. જો કે, મેઘરાજાએ વિરામ લેતાં હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે.

heavy rains in kutch

By

Published : Aug 11, 2019, 10:31 PM IST

કચ્છમાં પડેલા અતિભારે વરસાદથી વિવિધ ગામના તળાવો અને નદીનાળા છલકાઈ ગયા છે. શહેર અને ગામડાને જોડતા માર્ગોના કોઝ-વે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભચાઉ સામખયારી ધોરીમાર્ગનો કેટલોક હિસ્સો પાણીમાં ગરકાવ થઇ જતા કચ્છનો જે વાહનવ્યવહાર ઠપ થઇ ગયો હતો તે હવે પૂર્ણ શરૂ થઈ ગયો છે. ભચાઉના શિકારપુર થી નવાગામને જોડતા રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થઇ ગયો છે અને કુંજીસરથી મેઘપર ગામને જોડતો રસ્તો પણ બંધ હોવાના સમાચાર છે.

કચ્છમાં ભારે વરસાદથી જનજીવન ઠપ્પ

નલિયા બેટા વચ્ચે પણ માર્ગ ધોવાઈ ગયો છે અનેક ગામની નદીઓ બે કાંઠે વહી રહી છે. જ્યારે રાપર ભુજ નખત્રાણા ભચાઉમાં વરસાદને પગલે નીચાણ વાળા વિસ્તારો પાણીમાં ગરકાવ છે. કચ્છ ઉપરાંત ધાંગધ્રા અને અમદાવાદ રૂટ ઉપર ઠેકઠેકાણે પાણી ભરાતા કચ્છનો મુંબઈ સાથેનો રેલ્વે વ્યવહાર પ્રભાવિત થયો છે. સાથે જ સંદેશા વ્યવહારને પણ અસર પડી છે અને વીજપોલ પણ પડી ગયા છે.

બીજી તરફ તંત્ર સ્થિતિ નિયંત્રણ છે અને હાલ કામગીરી ચાલુ હોવાનું જણાવ્યું છે. જે વિસ્તારમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે તે, અબડાસામાં 1100 લોકોનું સ્થળાંતર કરાયું છે, અને 10 લોકોને રેસ્ક્યુ કરીને બચાવાયા છે. વરસાદ દરમિયાન અનેક વીજપોલ પડી જતા અબડાસા, નખત્રાણા અને લખપતના 124 ગામોનો વીજપુરવઠો બંધ થયો છે તેને ચાલુ કરવા પ્રયાસ ચાલી રહ્યા. જિલ્લાના ઘણા બસ સ્ટેશન પાણીમાં ગરકાવ થતા ભુજ થી 10 ટીમો અબડાસા મોકલાય છે.

ABOUT THE AUTHOR

...view details