ગુજરાત

gujarat

ETV Bharat / state

Kutch News: વાવાઝોડામાં બાગાયતી પાકને ભારે નુકસાન, ખારેકનો પાક નિષ્ફળ જતા વધુ વળતરની માંગ - mla Aniruddha Dave demands more compensation

કચ્છ માંડવી વિધાનસભાના ધારાસભ્યએ સરકાર પાસેથી ખારેકના પાકને થયેલા નુકસાન માટે વધુ વળતરની માંગ કરી છે. ખારેકના પાકને વધુ નુકસાન થયું હોવાને કારણે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. કુલ 82000 હેક્ટર વિસ્તારમાં બાગાયતી પાકોને નુકસાન થયું છે.

heavy-damage-to-horticultural-crops-in-cyclone-biparjoy-kharek-crop-failure-mla-aniruddha-dave-demands-more-compensation
heavy-damage-to-horticultural-crops-in-cyclone-biparjoy-kharek-crop-failure-mla-aniruddha-dave-demands-more-compensation

By

Published : Jun 28, 2023, 7:00 PM IST

વાવાઝોડામાં ખારેકના પાકને ભારે નુકસાન થવાથી માંડવીના ધારાસભ્યએ વધુ વળતરની કરી માંગ

ગાંધીનગર: ગુજરાતના કચ્છ જિલ્લામાં 15 અને 16 જૂન ના રોજ બિપરજોય નામનું વાવાઝોડું હતું અને વિનાશ સર્જ્યો છે. રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે કચ્છ અને વાવાઝોડાથી પ્રભાવિત થયેલા 8 જિલ્લાઓને સહાયની ચુકવણીની શરૂઆત કરી દીધી છે. આજે રાજ્યના પટેલના કચ્છ જિલ્લાના તમામ ધારાસભ્યો અને સાંસદ સભ્યોએ તો બધું મુલાકાત કરીને બાગાયતી પાકમાં વધુમાં વધુ રાજ્ય સરકાર સહાય આપે તેવી માંગ કરવામાં આવી હતી.

ખારેકના પાકને નુકસાન:કચ્છ માંડવી વિધાનસભાના ધારાસભ્ય અનિરુદ્ધ દવે ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે આજે કચ્છ જિલ્લાના પાંચ ધારાસભ્ય અને સાંસદ સભ્યોનું મંડળ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને મળ્યું હતું. કચ્છ જિલ્લામાં જે વાવાઝોડાના કારણે નુકસાન થયું છે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા કાચા મકાનો પાકા મકાનો કરવકરી તમામ બાબતની સહાયની ચુકવણી શરૂ કરવામાં આવી છે. લગભગ મોટાભાગની ચુકવણી થઈ ગઈ છે ત્યારે બાગાયતી પાકમાં ખૂબ મોટું નુકસાન થયું છે. કેરીના પાક અને હવે આવનારા ખારેકના પાકને ખૂબ મોટું નુકસાન થયું છે હજી ખારેકની સિઝન આવવાની બાકી છે તે પહેલા જ ખેડૂતોની વાવાઝોડાથી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે. રાજ્ય સરકાર ખેડૂતોને ફરીથી પગભર કરવા માટે વધુ સહાય ચૂકવે તેવી માંગ કરવામાં આવી છે.

પ્રભારી પ્રધાન કરશે બેઠક:રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રધાનોને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે. કચ્છ જિલ્લાની જવાબદારી રાજ્ય કક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરીયાને કચ્છ જિલ્લાના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સીએમ ભુપેન્દ્ર પટેલ અને કચ્છના ધારાસભ્ય અને સાંસદ સભ્ય સાથે બેઠક બાદ 29 જૂનના રોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે વાવાઝોડા બાબતની એક રીવ્યુ બેઠક કરવામાં આવશે અને સહાયની કામગીરી નુકસાનીનો રિવ્યુ અને ક્યાં સુધી સર્વે પૂર્ણ થશે તે તમામ બાબતે ચર્ચા બેઠકમાં કરવામાં આવશે.

બાગાયતી પાકમાં નુકશાન:બાગાયતી નુકસાન બાબતે 8 જિલ્લામાં બાગાયતી પાકની નુકસાની સામે આવી છે. જેમાં કુલ 82000 હેક્ટર વિસ્તારમાં બાગાયતી પાકોને નુકસાન થયું છે. 53 હજાર હેક્ટર વિસ્તારમાં નુકસાનનો પ્રાથમિક અંદાજ રાખવામાં આવ્યો છે, ઉપરાંત 14,887 હેક્ટર વિસ્તારમાં બાગાયતી પાકના ઝાડો પડી ગયા છે. આમ હજુ પણ પાક નુકસાનીનો સર્વે યથાવત છે. સહાય વધારવા બાબતે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને કૃષિ પ્રધાન વચ્ચે બેઠક યોજાયા બાદ નક્કી કરવામાં આવશે કે સહાય વધારવી કે નહીં.

  1. Gujarat Monsoon 2023: રાજ્યમાં ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક અમીછાંટણા, હવામાન વિભાગે ભારે વરસાદની કરી આગાહી
  2. Junagadh Rain : સોરઠમાં મેઘરાજા મન મૂકીને વરસયા, રાજમાર્ગો પર ભરાયા પાણી

ABOUT THE AUTHOR

...view details