કચ્છ: રાજ્યના હવામાન (Weather of Gujarat)માં માર્ચ મહિનાની શરૂઆતમાં ગરમીનો પારો ઊંચો રહ્યા બાદ થોડા દિવસ રાહત અનુભવાઈ હતી. જો કે છેલ્લાં 5 દિવસોથી હીટવેવ (Heatwave In Gujarat)ની આગાહી વચ્ચે ગરમીના પ્રમાણમાં ફરી વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં 31 માર્ચથી 3 એપ્રિલ સુધી હીટવેવની અસર રહેશે. રાજ્યના 7 શહેરોમાં આજે 40 ડિગ્રીથી વધારે તાપમાન નોંધાયું હતું.
હવામાનમાં 1થી 4 ડિગ્રી જેટલો વધારો નોંધાશે- રાજ્યના હવામાનમાં આવતીકાલથી નોંધપાત્ર ફેરફાર નોંધાશે. આજે રાજ્યના હવામાનમાં 1થી 4 ડિગ્રી જેટલો વધારો નોંધાશે. આજથી ગરમીનું પ્રમાણ તો વધ્યું જ છે. સાથે સાથે અમુક જિલ્લાઓમાં હીટવેવ (Heatwave In Districts Of Gujarat)ની અસર પણ જોવા મળશે તેવું હવામાન વિભાગ (meteorological department gujarat)ની માહિતી દ્વારા જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો:Navsari Weather Change : ગરમી સાથે વાદળછાયું વાતાવરણ, બફારો વધ્યો
મહાનગરોમાં હીટવેવની અસર વર્તાશે-રાજ્યમાં 31 માર્ચથી 3 એપ્રિલ સુધી હીટવેવની અસર રહેશે. બનાસકાંઠા (Heatwave In Banaskantha), સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ (Heatwave In Ahmedabad), સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, અમરેલી, કચ્છમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો રાજ્યના 7 શહેરોમાં આજે 40 ડિગ્રીથી વધારે તાપમાન નોંધાયું છે.