Heat Wave In Gujarat : રાજ્યમાં ભારે ઉકળાટ, અમદાવાદ અને જૂનાગઢમાં 44 ડિગ્રી મહતમ તાપમાન
ગુજરાત રાજ્યમાં હિટવેવની (Heat Wave In Gujarat) આગાહી વચ્ચે ગરમીનું પ્રમાણ વધ્યું છે. આજે પણ રાજ્યના મહાનગરોમાં તાપમાનનો (Temperatures in state metros) પારો 34 ડિગ્રી પાર પહોંચ્યો હતો.
Heat Wave In Gujarat : રાજ્યમાં ભારે ઉકળાટ, અમદાવાદ અને જૂનાગઢમાં 44 ડિગ્રી મહતમ તાપમાન
By
Published : Apr 10, 2022, 12:56 PM IST
કચ્છ:આજે રાજ્યના તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર નોંધાયો છે અને મહતમ તાપમાનનો પારો ઉપર ચડ્યો હતો. રાજ્યમાં દિવસભર ગરમીનો અનુભવમાં હિટ વેવની (Heat Wave In Gujarat) અસર જોવા મળશે. રાજ્યના શહેરોમાં 34 ડિગ્રીથી 45 ડિગ્રી તાપમાન (Temperatures in state metros) નોંધાયું હતું. રાજ્યના 8 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે.
રાજ્યમાં દિવસભર હિટ વેવની અસર જોવા મળશે:રાજ્યના હવામાનમાં અગાઉની સરખામણીએ નોંધપાત્ર વધારો નોંધાયો છે. રાજ્યના જિલ્લાઓમાં 2થી 3 ડિગ્રી વધારો નોંધાયો છે તેવું હવામાન વિભાગની માહિતી (Gujarat weather forecast) દ્વારા જાણવા મળી રહ્યું છે. રાજ્યમાં દિવસભર ગરમીનો અનુભવમાં હિટ વેવની અસર જોવા મળશે.
ભારે તાપના કારણે બફારો અનુભવાશે :રાજ્યમાં ભારે તાપ લાગતા લોકો બપોરના સમયે ઘરેમાંથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે તો શરીરમાં ઠંડક જાળવી રાખવા માટે શેરડી, નારિયેળ તથા લીંબુનો જ્યુસ પીતાં હોવા મળી રહ્યા છે. હજી પણ ગરમ પવનો ફૂંકાશે અને ચામડી દઝાડે તેવી ગરમી પડશે. કાળઝાળ ગરમીના પ્રકોપથી ભારે બફારો પણ અનુભવાશે. જેથી કરીને લોકોએ હળવા કોટનના વસ્ત્રો પહેરવા જરૂરી છે.
આવતીકાલે આ શહેરોમાં હિટવેવની અસર વર્તાશે :રાજ્યના ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ તેમજ કચ્છના પાટનગર ભુજ અને કંડલા ખાતે ગરમીનું અસર અન્ય શહેરોની સરખામણીએ વધારે વર્તાશે. આ શહેરોમાં આગામી 2 દિવસ સુધી હિટવેવની અસર વર્તાશે. ગરમ પવનો ફૂંકાશે તેમજ લૂ પણ લાગશે જેથી કરીને જો જરૂર ન જણાય તો ઘરથી બહાર નીકળવાનું ટાળવું.
રાજ્યના શહેરોમાં મહતમ તાપમાન 34થી 45 ડિગ્રી નોંધાયું :રાજ્યમાં નોંધાયેલ મહતમ તપામાનના આંકડા મુજબ રાજ્યમાં સૌથી વધારે મહતમ તાપમાન કચ્છના કંડલા ખાતે 44.5 ડિગ્રી, અમદાવાદ ખાતે 44.0 ડિગ્રી, ગાંધીનગર ખાતે 43.8 ડિગ્રી, રાજકોટ ખાતે 43.7 ડિગ્રી, બરોડા ખાતે 43.2 ડિગ્રી, ભાવનગર ખાતે 40.6 ડિગ્રી, નલિયા ખાતે 39.0 ડિગ્રી, જૂનાગઢ ખાતે 44.0 ડિગ્રી, ભુજ ખાતે 42.4 ડિગ્રી અને સુરત ખાતે 34.8 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયું છે.