ગુજરાત

gujarat

ETV Bharat / state

Heat Wave In Gujarat: રાજ્યમાં આગામી 48 કલાક સીવીયર હીટવેવ રહેશે, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમી દઝાડશે - બનાસકાંઠામાં ગરમી

ગુજરાતના આગામી 48 કલાક સીવીયર હીટવેવ (Heat Wave In Gujarat) રહેશે. રાજ્યના સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ચામડી દઝાડતી ગરમી પડશે. કચ્છ અને બનાસકાંઠામાં 2 દિવસ સીવીયર હીટવેવ રહેશે અને અહીં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

રાજ્યમાં આગામી 48 કલાક સીવીયર હીટવેવ રહેશે, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમી દઝાડશે
રાજ્યમાં આગામી 48 કલાક સીવીયર હીટવેવ રહેશે, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમી દઝાડશે

By

Published : Apr 9, 2022, 8:01 PM IST

કચ્છ: છેલ્લાં 4 દિવસથી રાજ્યના તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર નોંધાઈ રહ્યો છે અને મહત્તમ તાપમાનનો પારો પણ દિવસેને દિવસે ઉપર ચડી રહ્યો છે. રાજ્યમાં આગામી 48 કલાક સીવીયર હીટવેવ (Heat Wave In Gujarat) રહેશે. આજે રાજ્યના શહેરોમાં 33 ડિગ્રીથી 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યના 7 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. આજે રાજ્યના મહાનગરોમાં તાપમાન (Temperatures in state metros)નો પારો 33 ડિગ્રી પાર પહોંચ્યો હતો.

9મી એપ્રિલથી 13મી એપ્રીલ સુધી હીટવેવ-રાજ્યના હવામાનમાં અગાઉની સરખામણીએ નોંધપાત્ર વધારો નોંધાયો છે. રાજ્યના જિલ્લાઓમાં 2થી 3 ડિગ્રી વધારો નોંધાયો છે. તો અન્ય જિલ્લાઓમાં મહદઅંશે ગરમીમાં ઘટાડો પણ થયો છે તેવું હવામાન વિભાગની માહિતી (Gujarat weather forecast) દ્વારા જાણવા મળી રહ્યું છે. ઉપરાંત 9મી એપ્રિલથી 13મી એપ્રીલ સુધી હીટવેવની અસર વર્તાશે.

આ પણ વાંચો:Gujarat Under Intense Heat: રાજ્યમાં મહતમ તાપમાન 40ને પાર, ભુજ 43.4 ડિગ્રીએ ઉકળ્યું

ભારે તાપના કારણે બફારો અનુભવાશે- રાજ્યમાં ભારે તાપ લાગતા લોકો બપોરના સમયે ઘરમાંથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. તો શરીરમાં ઠંડક જાળવી રાખવા માટે શેરડી, નારિયેળ તથા લીંબુનો જ્યુસ પીતા જોવા મળી રહ્યા છે. હજી પણ ગરમ પવનો (Hot winds in Gujarat) ફૂંકાશે અને ચામડી દઝાડે તેવી ગરમી પડશે અને કાળઝાળ ગરમીના પ્રકોપથી ભારે બફારો પણ અનુભવાશે, જેથી કરીને લોકોએ હળવા કોટનના વસ્ત્રો પહેરવા જરૂરી છે.

આ પણ વાંચો:Heat wave in Gujarat: રાજ્યના 7 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી પણ વધારે, જાણો તમારા શહેરનું તાપમાન

આ શહેરોમાં હીટવેવની અસર વર્તાશે- રાજ્યના સૌરાષ્ટ્ર (Heat in Saurashtra), કચ્છ અને ઉત્તર ગુજરાત (Heat in North Gujarat)માં ચામડી દઝાડતી ગરમી પડશે. કચ્છ અને બનાસકાંઠા (Heat in Banaskantha)માં 2 દિવસ સીવીયર હીટવેવ રહેશે અને અહીં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, બરોડા, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને અમરેલીમાં પણ હીટવેવની અસર વર્તાશે. ગરમ પવનો ફૂંકાશે તેમજ લૂ પણ લાગશે. જો જરૂર ન જણાય તો ઘરથી બહાર નીકળવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે.

રાજ્યના શહેરોમાં મહત્તમ તાપમાન 33થી 43 ડિગ્રી નોંધાયું- રાજ્યમાં નોંધાયેલા મહત્તમ તપામાનના આંકડા મુજબ રાજ્યમાં સૌથી વધારે મહત્તમ તાપમાન અમદાવાદ (Ahmedabad temperature today) ખાતે 42.3 ડિગ્રી, ત્યારબાદ કચ્છના કંડલા ખાતે 42.0 ડિગ્રી, ગાંધીનગર અને રાજકોટ ખાતે 41.8 ડિગ્રી, જૂનાગઢ ખાતે 41.5 ડિગ્રી, બરોડા ખાતે 40.6 ડિગ્રી, ભુજ ખાતે 40.4 ડિગ્રી, ભાવનગર ખાતે 38.0 ડિગ્રી, નલિયા ખાતે 37.4 ડિગ્રી તો સુરત ખાતે 34.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.

શહેર તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ 42.3
ગાંધીનગર 41.8
રાજકોટ 41.8
સુરત 34.4
ભાવનગર 38.0
જૂનાગઢ 41.5
બરોડા 40.6
નલિયા 37.4
ભુજ 40.4
કંડલા 42.0

ABOUT THE AUTHOR

...view details