Heat in Gujarat: રાજ્યમાં 25 માર્ચથી ફરી ગરમીમાં થશે વધારો, ક્યાં કેટલી ગરમી છે જાણો - ગુજરાતમાં તાપમાન
રાજ્યમાં અનેક જિલ્લાઓમાં આજે (Heat in Gujarat) મહત્તમ તાપમાન 34 ડિગ્રીથી 39 ડિગ્રીની વચ્ચે નોંધાયું છે. ત્યારે હવે રાજ્યમાં 25 માર્ચથી ફરી ગરમીમાં વધારો થશે.
Heat in Gujarat: રાજ્યમાં 25 માર્ચથી ફરી ગરમીમાં થશે વધારો, ક્યાં કેટલી ગરમી છે જાણો
By
Published : Mar 23, 2022, 11:52 AM IST
અમદાવાદઃ રાજ્યના હવામાનમાંગરમીનું પ્રમાણ (Heat in Gujarat) માર્ચ મહિનાની શરૂઆતથી જ વધ્યું હતું, પરંતુ છેલ્લાં 4 દિવસોથી મહતમ તાપમાનનો (Temperature in Gujarat) પારો અગાઉના પ્રમાણમાં નીચે ઉતર્યો હતો.
રાજ્યમાં મહત્તમ તાપમાનમાં વધારો -આજે રાજ્યના જિલ્લાઓમાં મહતમ તાપમાન (Temperature in Gujarat ) 34 ડિગ્રીથી 39 ડિગ્રી વચ્ચે નોંધાયું છે. રાજ્યમાં 25 માર્ચથી ગરમીના પ્રમાણમાં (Heat in Gujarat) વધારો જોવા મળશે. રાજ્યના હવામાનમાં ગઈકાલે (Heat in Gujarat) જે તાપમાન નોંધાયો હતો. તેના પ્રમાણમાં આજે રાજ્યના કટેલાક જિલ્લાઓમાં 1 ડિગ્રી જેટલો વધારો થયો છે. તો કેટલાક જિલ્લાઓમાં ઘટાડો થયો છે. આજે રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળશે. તો આજે રાજ્યમાં ખૂલ્લું આકાશ જોવા મળશે. આ અગાઉના પ્રમાણ કરતાં ઓછા ગરમ પવનો ફૂંકાશે.
ભારે ગરમી વચ્ચે લોકો શરીરમાં ઠંડક જાળવી રાખવા કરે છે વિવિધ ઉપાયો-રાજ્યમાં બપોર સુધીમાં ધોમધખતા તાપથી (Heat in Gujarat) તાપમાનનો (Temperature in Gujarat) પારો 34 ડિગ્રીથી 39 ડિગ્રી સુધી નોંધાઈ રહ્યો છે. માર્ચ મહિનાની શરૂઆતથી ભારે તાપ જોવા મળી રહ્યો છે. તો ભારે તાપ લાગતા લોકો બપોરના સમયે (Heat in Gujarat) ઘરેમાંથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. તો શરીરમાં ઠંડક જાળવી રાખવા માટે શેરડી, નારિયેળ તથા લીંબુનો જ્યૂસ પીતાં હોવા મળી રહ્યા છે.
રાજ્યના મહાનગરોમાં મહતમ તાપમાન 34થી 39 ડિગ્રી નોંધાયું -રાજ્યમાં નોંધાયેલા મહતમ તપામાનના આંકડા મુજબ, રાજ્યમાં સૌથી વધારે મહતમ તાપમાન (Temperature in Gujarat) અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢ, વડોદરા, રાજકોટ અને ભૂજ ખાતે 39 ડિગ્રી નોંધાયું છે. તો ભાવનગર ખાતે 37 ડિગ્રી, કચ્છના કંડલા અને સુરત ખાતે 36 ડિગ્રી તો નલિયા ખાતે 34 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયું છે.