ગુજરાત

gujarat

ETV Bharat / state

આરોગ્ય સેતુ એપ પર 28 દિવસ સુધી સ્વસ્થ દર્દી પણ પોઝિટિવ, ભુજમાં કોઈએ ગભરાવું નહી, તંત્રની ખાસ સ્પષ્ટતા - કચ્છ કોવિડ-19

'કોરોના સે ડરોના આરોગ્ય સેતુ એપ પર આઓના', કોરોના સામે જાગૃત રહેવા સરકારે બનાવેલી આરોગ્ય સેતુ એપ પર ભૂજના આઈયાનગરથી 10 કિ.મી. વિસ્તારમાં એક કોરોના પોઝિટિવ કેસ દર્શાવાઈ રહ્યો છે. જેને પગલે લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. જો કે, તંત્રએ સ્પષ્ટતા કરી છે કે, ભૂજના ખાનગી હોસ્પિટલના કમ્પાઉન્ડર યુવાનને કોરોના થયા પછી તે સ્વસ્થ થઈ ગયો છે. હાલ આઈયાનગરમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં 28 દિવસ સુધી આઈશોલેશન વોર્ડમાં છે. 28 દિવસ સુધી આરોગ્ય સેતુ એપ પર તેને પોઝિટિવ કેસ તરીકેે જોવાશે. તે પછી તે નેગેટીવ દર્શાવાશે. લોકોએ ડર રાખવો નહી.

healthy patient shown positive for 28 days on the arogya setu app
આરોગ્ય સેતુ એપ પર 28 દિવસ સુધી સ્વસ્થ દર્દી પણ પોઝિટિવ દર્શાવાય છે

By

Published : May 8, 2020, 10:59 PM IST

કચ્છઃ 'કોરોના સે ડરોના આરોગ્ય સેતુ એપ પર આઓના', કોરોના સામે જાગૃત રહેવા સરકારે બનાવેલી આરોગ્ય સેતુ એપ પર ભૂજના આઈયાનગરથી 10 કિ.મી. વિસ્તારમાં એક કોરોના પોઝિટિવ કેસ દર્શાવાઈ રહ્યો છે. જેને પગલે લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. જો કે, તંત્રએ સ્પષ્ટતા કરી છે કે ભૂજના ખાનગી હોસ્પિટલના કમ્પાઉન્ડર યુવાનને કોરોના થયા પછી તે સ્વસ્થ થઈ ગયો છે.

હાલ આઈયાનગરમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં 28 દિવસ સુધી આઈશોલેશન વોર્ડમાં છે. 28 દિવસ સુધી આરોગ્ય સેતુ એપ પર તેને પોઝિટિવ કેસ તરીકેે જોવાશે. તે પછી તે નેગેટીવ દર્શાવાશે. લોકોએ ડર રાખવો નહી. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો પ્રેમકુમાર કન્નરે જણાવ્યું હતું કે, આરોગ્ય સેતુ એપમાં ભુજના આઈયાનગર વિસ્તારના જે કોવિડ પોઝિટિવ પેશન્ટ દર્શાવાઈ રહ્યો છે. જેમનો હાલ નેગેટિવ રિપોર્ટ છે. મનોજ પટેલ નામના આ સ્વસ્થ યુવાનને હાલ ડોક્ટર નિશાંત પૂજારાની હોસ્પિટલમાં 28 દિવસ માટે આઇસોલેશન વોર્ડમાં ક્વોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવેલો છે અને તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે. તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે.

સરકારની ગાઈડલાઈન મુજબ, કોરોના દર્દીએ પોતાના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ફરજિયાત ડાઉનલોડ કરવાની હોય તેમણે આ એપ ડાઉનલોડ કરી છે. આઈયાનગર વિસ્તારની આસપાસના 10 કિલોમીટર વિસ્તારમાં જે લોકોએ પોતાના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી હશે. તેમને મનોજ પટેલનો રિપોર્ટ પોઝિટિવ બતાવશે, પરંતુ આ વિસ્તારના રહીશોને અનુરોધ છે કે, તેમણે ગભરાવાની કોઈ જરૂર નથી. 28 દિવસ સુધી મનોજ પટેલનો રિપોર્ટ આ આરોગ્ય સેતુ એપમાં પોઝિટિવ બતાવશે, પરંતુ મનોજ પટેલ અત્યારે સંપૂર્ણ સ્વસ્થ છે અને તેમનો રિપોર્ટ નેગેટિવ છે.

ABOUT THE AUTHOR

...view details