ભુજ ધારાસભ્ય ડૉ. નિમાબેન આચાર્ય, ભુજ નગરપાલિકા પ્રમુખ લતાબેન સોલંકી, કારોબારી ચેરમેન ભરત રાણા સહિતના આગેવાનો, માતાઓ અને નાગરિકોની ઉપસ્થિતિમાં તબીબોએ સમાજ અને દેશના ભવિષ્ય એવા બાળકો, માતાઓ અને દિકરીઓ માટે ઉપયોગી વક્તવ્ય આપ્યું હતું.
ભુજ કાર્નિવલમાં હેલ્થ પરિસંવાદ યોજાયો, ગાયનેક અને બાળ રોગ નિષ્ણાંત તબીબોએ આપ્યું માર્ગદર્શન - kutch
કચ્છઃ ભુજમાં પ્રજાસત્તાક દિન 2020ની ઉજવણીના ભાગરૂપે નગરપાલિકા દ્વારા ભુજ કાર્નિવલનું આયોજન કરાયું છે. જેમાં મંગળવારે યુવાનો, માતાઓ અને નાગરિકો માટે ગાયનેક અને બાળ રોગ નિષ્ણાંત તબીબોના માર્ગદર્શનનું આયોજન કરાયું હતું.
ભુજ કાર્નિવલમાં હેલ્થ પરિસંવાદ યોજાયો
ભુજ કાર્નિવલ અંતર્ગત યોજાયેલા હેલ્ધી બેબી કોમ્પિટિશનમાં વિજેતા બાળકો અને માતાઓને પ્રોત્સાહિત કરાયા હતા. બુધવારે આ કાર્નિવલ અંતર્ગત હમીસર તળાવના કિનારે કચ્છી સંગીતનું આયોજન કરાયું છે. ભુજ ટાઉનહોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ઈટીવી ભારત સામાજિક યોગદાન ભાગરૂપે લાઈવ પ્રસારણમાં જોડાયું હતું.