- કોરોનાકાળની નાદુરસ્તીની અસરો સામે વધારો પ્રતિકારક શક્તિ
- આ શિયાળામાં કઇ રીતે શરીરને વધુ ચુસ્ત બનાવી શકશો તે જાણો
- નિયમિત 30 મિનિટ પોતાના શરીરની તંદુરસ્તી માટે ફાળવવી
- યોગ, આસન, પ્રાણાયામથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવો
કચ્છ: શિયાળાની ( Winter ) ઋતુ શરૂ થઈ ગઈ છે. શિયાળાની સવારમાં આપણે જો નિયમિત રીતે 30 મિનિટ પોતાના શરીરની તંદુરસ્તી માટે ફાળવી શકીએ તો આપણે સ્વસ્થ રહી શકીએ છીએ. આયુર્વેદમાં પણ જણાવવામાં આવ્યું છે કે વ્યાયામ શરીરમાં સ્થિરતા પ્રદાન કરે છે અને જેનાથી આપણે વિવિધ રોગોથી બચી શકીએ ( Health in Winter ) છીએ અને આપણી આંતરિક શક્તિમાં વધારો પણ લાવી શકીએ છીએ.
શરીર માટે સમય ન ફાળવવાથી શરીર બને છે રોગોનું ઘર
હાલના સમયમાં દરેક લોકો પોતાના જીવનમાં દૈનિક દિનચર્યામાં વ્યસ્ત રહેતા હોય છે ત્યારે તે વ્યસ્તતાની વચ્ચે વ્યાયામ ( Exercise ) માટે સમય ફાળવવાનું દરેક લોકો ભૂલી જતા હોય છે. ત્યારે સમય ન ફાળવવાના લીધે વિવિધ જાતના રોગો જેવા કે મેદસ્વિતા, હાઈપરટેન્શન,થાઈરોઈડ , ડાયાબિટિસ વગેરે રોગોનું ઘર આપણું શરીર બની જતું હોય છે અને તેવું ન બને તે માટે વ્યાયામ ખૂબ જરૂરી છે.
યોગ દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધે છે
પોતાના શરીરને તંદુરસ્ત રાખવા માટે હાલમાં પશ્ચિમી સંસ્કૃતિ અનુસાર લોકો જીમમાં જઈ રહ્યાં છે. યંગ જનરેશન હજી જિમમાં જાય તો બોડી ફિટ થઈ શકે છે.પણ સામાન્ય રીતે 35 વર્ષની ઉંમર બાદ આપણા હાડકા થોડા નબળા થતાં હોય છે. કેલ્શિયમની ઉણપ થતી હોય છે ત્યારે યોગ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. જેનાથી પગના તળિયાથી લઇ માથાના વાળ સુધી શરીરના તમામ અંગોની કસરત ( Exercise ) થાય છે સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ( Effects of yoga on mental and physical health ) પણ જળવાય છે.
યોગથી જે ઊર્જા ઉત્પન્ન થાય છે તે જ યોગ કરવા પ્રેરિત કરે છે
આ ઉપરાંત મ્યુઝિક સાથે આસનો કરવાથી મન પ્રફુલ્લિત થાય છે અને શરીરને એટલો બધો થાક પણ નથી લાગતો અને વધારે કેલેરી બર્ન કરવા માટે મ્યૂઝિક મદદરૂપ થતું હોય છે. દરરોજ યોગ કરવાનો સંકલ્પ કરો, કારણ કે સંકલ્પનો કોઈ વિકલ્પ નથી હોતો. શરૂઆતના સમયમાં આળસ જેવું લાગે છે પરંતુ ત્યાર બાદ દિવસ દરમિયાન યોગના કારણે જ ફાયદો થાય છે અને શરીરમાં જે ઊર્જા ઉત્પન્ન થાય છે તેનાથી દરરોજ કસરત ( Effects of yoga on mental and physical health) કરવા માટે પ્રેરણા મળે છે.