- ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી
- કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અબડાસાની મુલાકાતે
- મુદ્દાઓ ભટકાવાવનો ભાજપ પર કર્યો આક્ષેપ
અબડાસા/કચ્છ: કચ્છની અબડાસા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના પ્રચાર માટે આજે ગુરુવારે કચ્છ આવેલા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સાથે ETV Bharatએ ખાસ વાતચીત કરી હતી. ભાજપ પર પ્રહાર કરતાં હાર્દિક પટેલે કહ્યું કે, વિકાસ અને અન્ય મુદ્દાઓના નામે ભાજપ સ્થાનિક મુદ્દાઓનું મહત્વ ઘટાડી રહ્યું છે.
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સાથે ETV BHARATની EXCLUSIVE વાતચીત અબડાસામાં વિકાસ અંગે હાર્દિક પટેલે ઉઠાવ્યા પ્રશ્નો
અબડાસા બેઠકની પેટા ચૂંટણી માટે આજે ગુરુવારે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ કચ્છ આવ્યા હતા. ભાજપના વિકાસના મુદ્દા સામે હાર્દિક પટેલે કહ્યું કે, જો વિકાસ થયો હોય તો અબડાસામાં હજી સુધી નર્મદાનું પાણી કેમ પહોંચ્યું નથી? કચ્છના અનેક ગામોમાં રોડ રસ્તાનો અભાવ છે. નખત્રાણામાં APMC નથી. નખત્રાણા વિસ્તારમાં સરકારી કોલેજ નથી. આ ઉપરાંત આજે અબડાસાની જાહેર સભામાં સીએમ રૂપાણીએ 'મુસ્લિમ મતદારો પણ ભાજપ પર વિશ્વાસ મુકશે' તે મુદ્દાને આવરી લેતા હાર્દિક પટેલે જણાવ્યું કે, કોઈપણ રાજનેતા માટે ધર્મ કે જાતનો ભેદભાવ ન હોવો જોઈએ. માત્ર નાગરિકોના અધિકારનો મુદ્દો કેન્દ્ર સ્થાને હોવો જોઈએ. સંગઠનના મુદ્દે હાર્દિક પટેલે કહ્યું કે, કોંગ્રેસનું સંગઠન એકજૂઠ થઈને કામ કરી રહ્યું છે અને તેથી જ કોંગ્રેસ પર પ્રજા વિશ્વાસ મૂકશે.