કચ્છ: પાકિસ્તાનથી દરિયાઈ સીમા (pakistan maritime border) મારફતે ભારતના જળ વિસ્તાર(India maritime border )માં માછીમારી માટે આવેલી વધુ 7 બોટને એક મેગા ઓપરેશન દ્વારા સીમા સુરક્ષા દળે કચ્છના હરામીનાળા વિસ્તાર (Harami Nala Creek Kutch)માંથી ઝડપી છે. આ અગાઉ 11 પાકિસ્તાની બોટ અને 3 પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
હરામીનાળાની ક્રીકમાં BSFના કમાન્ડો દ્વારા ઓપરેશન
BSF દ્વારા આ ઓપરેશન (BSF Operation at Harami Nala Creek) અંગે બહાર પાડવામાં આવેલી સત્તાવાર અખબારી યાદી મુજબ હરામીનાળાની કાદવથી લથપથ નાની-મોટી ક્રીક ચેરિયાના જંગલો (mangrove forest harami nala creek) અને ભરતીના પાણીમાં આ મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઇનપુટ મળતાની સાથે જ 300 ચોરસ કિલોમીટરના દુર્ગમ હરામીનાળાની ક્રીકમાં BSFના કમાન્ડો દ્વારા ઓપરેશન હાથ ધરાયું હતું. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને સીમા સુરક્ષા દળના ગુજરાત ફ્રન્ટિયરના વડા (chief of gujarat frontier of border security force) જી.એસ.મલિક પણ હરામીનાળા વિસ્તારમાં ધસી આવ્યા હતા.
આ પણ વાંચો:Kutch Drugs Case: 400 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયેલા 6 પાકિસ્તાનીઓના 11 દિવસના રીમાન્ડ મંજૂર
અત્યાર સુધીમાં 6 પાકિસ્તાનીઓને ઝડપી લેવાયા