ગુજરાત

gujarat

ETV Bharat / state

Happy Birthday Bhuj: 474માં જન્મદિવસે જાણો શું છે ભુજનો ઇતિહાસ....

કચ્છનું પાટનગર એટલે ભુજ, લાખો કચ્છીઓના મનમાં ભુજના દરેક વિસ્તારો (History of Bhuj) અંકિત થયેલા છે. જિલ્લા મથક ભુજનો આજે 474મો જન્મદિવસ ( 474th Bhuj BirthDay ) છે, ત્યારે ભુજવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાવ ખેંગારજી પહેલાએ વિક્રમ સંવત 1605 માગસર સુદ-પાંચમના દિવસે ભુજ શહેરની સ્થાપના (Happy Birthday Bhuj) કરી હતી. ભુજિયા ડુંગરના કારણે આ નગરનું નામ ભુજ પાડવામાં આવ્યું છે. રાજાશાહી શાસન બાદ આજે ભુજ સમગ્ર જિલ્લાનું વડુમથક બન્યું છે.

Happy Birthday Bhuj: ભુજના 474માં જન્મદિવસે જાણો ભુજના ઇતિહાસ વિશે
Happy Birthday Bhuj: ભુજના 474માં જન્મદિવસે જાણો ભુજના ઇતિહાસ વિશે

By

Published : Dec 8, 2021, 7:44 AM IST

  • આજે ભુજનો 474મો જન્મદિવસ
  • રાવ ખેંગારજી પહેલાએ ભુજ શહેરની કરી હતી સ્થાપના
  • રાજાશાહી શાસન બાદ ભુજ સમગ્ર જિલ્લાનું વડુમથક બન્યું

કચ્છ: રાજાશાહી શાસન બાદ આજેભુજ સમગ્ર જિલ્લાનું વડુમથકબન્યું (Happy Birthday Bhuj) છે. અગાઉ ભુજ માત્ર 5 કિલોમીટરના વિસ્તારમાં વિસ્તરેલું હતું જ્યારે આજે વિશાળ વિસ્તારમાં નગર પ્રસરી રહ્યું છે, અને હાલમાં 56 ચોરસ કિલોમીટરમાં ભુજ વિસ્તરી (History of Bhuj) ગયું છે, ત્યારે ભુજના જન્મદિવસે (Happy Birthday Bhuj) આ પાટનગરને મહાનગર પાલિકા તરીકે જાહેર કરવામાં આવે તેવી લોક લાગણી ઉઠી છે.

Happy Birthday Bhuj: ભુજના 474માં જન્મદિવસે જાણો ભુજના ઇતિહાસ વિશે

પાંચ નાકા અને છઠ્ઠીબારીમાં ભુજનો વિસ્તાર લેખાતો હતો

રાવ ખેંગારજી પહેલાએ ભુજ શહેરની સ્થાપના કરી હતી, આજે શહેરનો 474મો સ્થાપના દિન છે. ભુજમાં 18 રાજવીઓએ રાજ કર્યું હતું. 1948માં કચ્છ ભારત સંઘ સાથે ભળ્યું હતું, બાદમાં ભુજને જિલ્લાનું વડું મથક જાહેર કરાયું હતું. ભુજના સ્થાપના દિવસે શહેરને મહાનગર પાલિકા નિયુક્ત થાય તેવી લાગણી દર્શાવી હતી. અગાઉ પાંચ નાકા અને છઠ્ઠીબારીમાં ભુજનો વિસ્તાર લેખાતો હતો, પરંતુ હવે શહેરની બહાર વિકાસ થઈ રહ્યો છે, ચોતરફ વિકસતા વિસ્તારના કારણે ભુજનું સ્થાન લોકોના હૃદયમાં અંક્તિ થઈ ગયું છે.

''અઢી કાંગરા, એક કટારી, પાંચ નાકા ને છઠ્ઠીબારી,

ત્રણ આરા, ચોથી પાવડી, બજાર વચ્ચે કરી ચાવડી.''

અગાઉ ભુજ શહેર પાંચ નાકાં અને છઠ્ઠી બારી વચ્ચે સીમિત હતું. આ પંક્તિઓ ભુજનો સુપેરે પરિચય કરાવે છે.

ભુજમાં જોવાલાયક સ્થળો

શહેરનાં જોવાલાયક મુખ્ય સ્થળોમાં કચ્છ મ્યુઝિયમ, હમીરસર તળાવ, જમાદાર ફતેહમામદનું ખોરડું, છતરડી, સ્વામીનારાયણ મંદિર, દરબાર ગઢ, આયના મહેલ, ત્રિમંદિર, ટપકેશ્વરી, ભુજિયો ડુંગર, ખેંગારજી પાર્ક, લખોટો (રાજેન્દ્ર બાગ), દાદાદાદી પાર્ક, હિલ ગાર્ડન, રુદ્રમાતા, સુરલભીટ્ટ, રામકુંડ વગેરે.

ભુજ ટંકશાળ જ્યાં કચ્છરાજનું તત્કાલિન ચલણી નાણું છપાતું

ટંકશાળ એટલે કે જ્યાં ચલણી નાણું છાપવામાં આવે એ જગ્યા. રાજાશાહી વખતમાં અહીં ટંકશાળ હતી, અને તેમાં 562 રજવાડા પૈકી 13 રજવાડાંઓને જ સિક્કા બહાર પાડવાની મંજૂરી હતી. 300 વર્ષ અગાઉ દરબાર ગઢની બહાર જુની ટંકશાળ હતી, ત્યાં કચ્છરાજનું તત્કાલિન ચલણી નાણું છપાતું. એક સદી પહેલાં મહાદેવ નાકાં પાસે નવી ટંકશાળ શરુ કરવામાં આવી હતી, પછી ત્યાં મામલતદાર ઓફિસ અને તિજોરી કચેરી બેસતી, આજે અહી બોર્ડર વીંગની કચેરી અને પેન્શનર્સ એશોની ઓફિસ આવેલી છે.

રાજાશાહી સમયમાં ભુજ પર 18 જેટલા રાજવીઓએ રાજ કર્યું હતું.

ભુજ શહેરની સ્થાપના કરનારા રાવખેંગારજી પહેલાથી લઈને મહારાવ મદનસિંહ સહિત રાજવીઓએ ભુજમાં આવેલ દરબારગઢને પોતાનું નિવાસ સ્થાન બનાવ્યુ હતું. રાજાશાહી સમયના ભુજ શહેર અને આજના ભુજ શહેર મોટો બદલાવ આવી ગયો છે. આજે ભુજ શહેર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, પરંતુ ભુજ સ્થાપના સાથે જોડાયેલ કેટલાક ઐતિહાસિક સ્થળો જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે, જો આ તમામ ઐતિહાસિક સ્થળોની યોગ્ય જાળવણી કરવામાં આવે તો ભુજના પ્રવાસન સ્થળને વધુ વેગ મળશે.

ભુજમાં 2001ના ભૂકંપ બાદ વિકાસની હરણફાળ

ભુજની સ્થપના લઈને અત્યારસુધીમાં ભુજે અનેક કુદતી આપત્તિનો સામનો કર્યો છે. ભુજ ભૂકંપ ,અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતનો સામનો કરી ચુક્યું છે. 2001માં કચ્છના આવેલ વિનાશકારી ભૂંકપમાં ભુજમાં પણ મોટી ખુમારી થઈ હતી. એક સમયે એવું લાગી રહ્યું હતું હવે ભુજ ક્યારેય બેઠું નહિ થાય, અને આજે ભુજે 2001ના ભૂકંપ બાદ વિકાસની હરણફાળ ફરી છે. ભુજ આજે કચ્છના પાટનગર તરીકે ઓળખાઈ રહ્યું છે, સાથે જ ભુજ પ્રવાસન સ્થળ તરીકે જાણીતું બન્યું છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ કચ્છ મુલાકાતે આવી રહ્યા છે.

ભુજવાસીઓ પોતાના જન્મદિવસની જેમ કરે છે ઉજવણી

દર વર્ષની રાજાશાહી પરંપરા પ્રમાણે ભુજના પ્રથમ નાગરિક દ્વારા પ્રાગ મહેલ ખાતે ભુજની ખીલી જ્યાં ખોડાઈ હતી ત્યાં પૂજા કરવામાં આવે છે. આઝાદી પહેલા આ વિધિ રાજ પરિવાર દ્વારા કરવામાં આવતી હતી, ભુજની સ્થાપના સવંત 1605માં માગશર સુદ પાંચમના દિવસે થઈ હતી, આજનો દિવસ લાખો ભુજવાસીઓ પોતાનો જન્મદિવસ હોય તેવી રીતે ઉજવણી કરી રહ્યા છે.

આ પણ વાંચો:Tree Sparrow in Bhuj : ભુજના એક ઝાડમાં 20,000 જેટલી ચકલીઓનો કલબલાટભર્યો વસવાટ

આ પણ વાંચો:Winter Special Food : જાણો શિયાળામાં શરીરને ગરમ રાખતાં કચ્છના સ્પેશિયલ અડદિયા વિશે

ABOUT THE AUTHOR

...view details