ગુજરાત

gujarat

ETV Bharat / state

સામખિયાળીના દિવ્યાંગ ક્રિકેટરને Dettolના Salute Campaignમાં સ્થાન - Salute Campaign

ડેટોલ સેલ્યુટ મૂવમેન્ટ નામના campaignમાં કચ્છના ખેલાડીનો સમાવેશ કરવામા આવ્યો છે. સ્વાસ્થ્ય ઉત્પાદનોની કંપની ડેટોલના હેન્ડવોશ પર ભચાઉ તાલુકાના પ્રતિભાશાળી દિવ્યાંગ યુવા ક્રિકેટર વિભા રબારીને સ્થાન મળ્યું છે.

સામખિયાળીના દિવ્યાંગ ક્રિકેટરને Dettolના Salute Campaignમાં સ્થાન
સામખિયાળીના દિવ્યાંગ ક્રિકેટરને Dettolના Salute Campaignમાં સ્થાન

By

Published : Jun 16, 2021, 9:32 AM IST

  • ડેટોલના હેન્ડવોશના કવર પર વિભાનો ફોટો
  • પ્રતિભાશાળી દિવ્યાંગ યુવા ક્રિકેટર વિભા રબારીની તસવીર અને લખાણ હેન્ડવોશ પર
  • ડેટોલ સેલ્યુટ મૂવમેન્ટ નામના campaignમાં કચ્છના ખેલાડીનો સમાવેશ

કચ્છઃડેટોલ કંપની દ્વારા ડેટોલ સેલ્યુટ મૂવમેન્ટ નામનું campaign ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં ભચાઉ તાલુકાના વિભા રબારીની પસંદગી કરવામાં આવી હતી અને તેને પોતાના હેન્ડવોશ પ્રોડક્ટ પર સ્થાન આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ માધુરીનો આઈ ફોર ઈન્ડિયા કોન્સર્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ

ડેટોલના હેન્ડવોશના કવર પર વિભાનો ફોટો

ડેટોલના હેન્ડવોશ કવર પર દુબઈમાં જઈને ક્રિકેટ રમી આવેલા સામખિયાળીના વિભા રબારીની તસવીર સાથે લખાણ છે. આ ઉપરાંત વિભા રબારી નેપાળ અને બાંગ્લાદેશ ખાતે પણ ક્રિકેટ રમેલો છે.

સામખિયાળીના દિવ્યાંગ ક્રિકેટરને Dettolના Salute Campaignમાં સ્થાન

આ પણ વાંચોઃએડ શીરનના ફાર્મહાઉસ પર શિયાળનો હુમલો

કોરોનાકાળમાં દુબઈ ખાતેની ટૂર્નામેન્ટમાં વિભા રબારી રમ્યો હતો

આ ઉપરાંત IPLની જેમ જ દિવ્યાંગ પ્રીમિયર લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાય છે. જેમાં આ યુવાન મુંબઈ આઇડિયલ તરફથી રમે છે. કોરોના કાળમાં આ ટૂર્નામેન્ટ દુબઈ ખાતે યોજાઇ હતી.

ABOUT THE AUTHOR

...view details