ગુજરાત

gujarat

ETV Bharat / state

દેશના જવાનો માટે કચ્છમાં તૈયાર થઈ રહી છે હસ્તકલા રાખડી, જુઓ વિશેષ અહેવાલ...

શ્રાવણ માસની શરૂઆત સાથે તહેવારો અને મેળાઓની મોસમ શરૂ થઇ રહી છે. આગામી રક્ષાબંધનને ધ્યાને રાખી દેશની રક્ષા કરતા જવાનો માટે 1 લાખ રાખડી તૈયાર કરવામાં એક સંસ્થાએ બીડું ઝડપ્યું છે.

દેશના જવાનો માટે કચ્છમાં તૈયાર થઈ રહી છે હસ્તકલા રાખડી
દેશના જવાનો માટે કચ્છમાં તૈયાર થઈ રહી છે હસ્તકલા રાખડી

By

Published : Jul 21, 2020, 9:55 PM IST

કચ્છઃ સંસ્થા દ્વારા આયોજીત આયોજનમાં 40,000 રાખડીઓ તૈયારી થઈ રહી છે. ત્યાં આર્ટીઝન જય જવાન નામે આયોજિત આ અભિયાનમાં કારીગરોએ વેસ્ટમાંથી બેસ્ટ અને સ્થાનિક હસ્તકળાનો ઉપયોગ કરીને રાખડીઓ તૈયારી કરવામાં આવી રહી છે. કચ્છમાં હસ્તકલા કારીગરોના ઉત્તેજન માટે કામ કરતી 5 સંસ્થાઓ પણ આ અભિયાનમાં જોડાઇ છે અને 40,000 રાખડી તૈયાર કરવામાં આવી રહી છે.

રાખડી બનાવતા બહેનો

ભુજના કુકમા ગામ નજીક આવેલી ખમીર સંસ્થાના હેમાલી ચૌહાણ મુલાકાત સમયે આસપાસની મહિલાઓ યુવાનો પોતાની હસ્તકલા વડે રાખડીઓ તૈયારી કરતા જોવા મળ્યા હતા. ખમીર સંસ્થા સાથે જોડાયેલા મહિલા કારીગરે જણાવ્યું હતું કે, હબ્બા ઓર્ગેનાઇઝેશન દ્વારા 1 લાખ રાખડીઓ તૈયાર કરીને દેશની સરહદોની રક્ષા કરતા જવાનોને મોકલવામાં આવી રહી છે. કચ્છની કારીગરો માટે કામ કરતી સંસ્થાઓ ખમીર કલારક્ષા કસબ સૃજન અને વી આર ડીઆઈ સાથે જોડાયેલી કારીગરો વિવિધ રાખડીઓ બનાવી રહ્યા છે.

રાખડી બનાવતા બહેનો

વધુમાં તેમણે જણાવ્યું કે, કચ્છની પાંચ સંસ્થાઓ 40,000 રાખડીઓ બનાવી રહી છે. ખમીર સંસ્થાઓએ 23,000 રાખડીઓ તૈયાર કરી રહી છે, જેમાં અમે 15,000 રાખડી બેસ્ટ પ્લાસ્ટિકમાંથી બનાવી છે અને 8000 રાખડી હાથવણાટ વડે બનાવાઈ રહી છે. અભિયાન સાથે દેશના જવાનોને હસ્તકળાની રાખડીઓ પહોંચે અને બહેનોને પણ મળી રહેશે.

દેશના જવાનો માટે કચ્છમાં તૈયાર થઈ રહી છે હસ્તકલા રાખડી

ટાંક કુંતલ બેને ETV BHARATને જણાવ્યું વેસ્ટ પ્લાસ્ટિક કટીંગ કરીને વિવિધ ડિઝાઇન સાથે ગુંથીને રાખડી તૈયાર થાય છે. મોતી દોરા સહિત વિવિધ શણગાર પણ કરવામાં આવે છે. કાલા કોટન હસ્ત વડે હાથ વણાટની રાખડી પણ બનાવાઈ રહી છે. ગૃહ ઉદ્યોગની જેમ આ મહેનતાણું સાથે અમને દેશના જવાનો તમારા ભાઈઓ માટે આ રાખડી તૈયાર થાય છે. જેથી બહેનોમાં પણ ભારે ઉત્સાહ છે.

શૃજન સંસ્થાના રાજુભાઈએ ETV BHARATને જણાવ્યું હતું કે, આર્ટીઝન એટલે કે સ્થાનિક હસ્તકલાના અને કારીગરોના પ્રોત્સાહન સાથે રક્ષાબંધનની ઉજવણી અને દેશના જવાનોને રાખડી પહોંચતી કરવાના આ અભિયાનમાં અમારી સંસ્થા પણ જોડાયેલી છે અને 10,000 રાખડી તૈયાર કરી રહ્યા છીએ. બહેનોને ૩૦ રૂપિયાના હિસાબે મહેનતાણું મળે છે અને સાથે આ તમામ અભિયાન બાદ જે રકમ પણ વધશે તે સ્થાનિક કારીગરોના વિકાસ માટે ઉપયોગમાં લેવાનો હેતુ રખાયો છે.

ABOUT THE AUTHOR

...view details