કચ્છભુજના હૃદય સમાન હમીરસર તળાવમાં (hamirsar lake bhuj) નવા નીરના વધામણાં કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ ડો નીમાબેન આચાર્ય (Gujarat Assembly Speaker Dr Nimaben Acharya) પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તો આ પ્રસંગે નગરપાલિકા (bhuj nagarpalika) દ્વારા શહેરમાં શોભાયાત્રા યોજવામાં આવી (shobhayatra at bhuj) હતી. ત્યારબાદ પાવડી પર ભુજ નગરપાલિકાના પ્રમુખ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ દ્વારા તળાવને શાસ્ત્રોક્ત વિધી સાથે વધાવવામાં આવ્યું હતું.
હર્ષની લાગણી છેલ્લાં અઠવાડિયાથી ગઈકાલ સવાર સુધીમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે શહેરના મુખ્ય તળાવના પાણીની આવકના મોટા બંધમાં જોશભેર પાણી શરૂ થયા હતા. તેના કારણે સમગ્ર શહેરમાં હર્ષની લાગણી ફરી વળી હતી. તેમ જ લોકો તળાવ કિનારે પહોંચ્યા હતા. આજે સવારે 11:30 વાગ્યાથી ભુજ નગરપાલિકાથી (bhuj nagarpalika) પાળેશ્વર ચોકથી પાવડી સુધી વાજતે ગાજતે હમીરસરના (hamirsar lake bhuj) નીર વધારવા માટે શોભાયાત્રા નીકાળવામાં આવી હતી.
શાસ્ત્રોક્ત વિધિ સાથે નવા નીરના વધામણા કરાયાછેલ્લા 2 દિવસથી હમીસર તળાવ (hamirsar lake bhuj) ક્યારે છલકાય તેની રાહ જોવાતી હતી. ત્યારે ગઈકાલે બપોરે 3:33 કલાકે તળાવ છલકાવા લાગ્યું હતું અને લોકો તળાવ જોવા મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા. તો સવારે કચ્છ રાજવી પરિવારના (kutch royal family) કુંવર ઈન્દ્રવિજયસિંહ જાડેજા નગરપાલિકાના (bhuj nagarpalika) પ્રમુખ ઘનશ્યામ ઠક્કર, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો નીમાબેન આચાર્ય (Gujarat Assembly Speaker Dr Nimaben Acharya)સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં તળાવના નવા નીરને વિધી સાથે વધાવી લીધું હતું.