કચ્છ : રાજ્યના તાપમાનમાં છેલ્લાં થોડાક દિવસોથી નોંધપાત્ર ફેરફાર નોંધાઈ રહ્યો છે. ઊનાળાના શરુઆતના દિવસોમાં જ મહતમ તાપમાનનો પારો ધમાધમ દિવસેને દિવસે ઉપર ચડી રહ્યો છે અને ગરમીનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી છે કે સરહદી વિસ્તાર કચ્છમાં આગામી 3 દિવસ હિટવેવની અસર વર્તાશે. 9 માર્ચે રાજ્યના શહેરોમાં 34 ડિગ્રીથી 38 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાયું હતું.
ગરમીમાં નોંધપાત્ર વધારો નોંધાયો : રાજ્યમાં હિટવેવની આગાહી વચ્ચે ગરમીનું પ્રમાણ વધ્યું છે. તો આજે પણ રાજ્યના મહાનગરોમાં તાપમાનનો પારો 34 ડિગ્રી પાર પહોંચ્યો હતો. રાજ્યના હવામાનમાં અગાઉની સરખામણીએ નોંધપાત્ર વધારો નોંધાયો છે રાજ્યના જિલ્લાઓમાં 1થી 3 ડિગ્રી વધારો નોંધાયો છે. કચ્છના ભુજ ખાતે 37.8 ડિગ્રી પહોંચી જતા રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. ત્યાર બાદ કચ્છના જ નલિયા ખાતે 37.6 ડિગ્રી પારો નોંધાયો છે.
ભારે તાપના કારણે બફારો અનુભવાશે : ઉનાળામાં ભારે તાપ લાગતા લોકો બપોરના સમયે ઘરેમાંથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. તો શરીરમાં ઠંડક જાળવી રાખવા માટે શેરડી, નારિયેળ તથા લીંબુનો જ્યુસ પીતાં જોવા મળી રહ્યા છે. હજી પણ ગરમ પવનો ફૂંકાશે અને ચામડી દઝાડે તેવી ગરમી પડશે અને કાળઝાળ ગરમીના પ્રકોપથી ભારે બફારો પણ અનુભવાશે. જેથી કરીને લોકોએ હળવા કોટનના વસ્ત્રો પહેરવા જરૂરી છે.
આ પણ વાંચો Heat wave in Gujarat: હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે તાપમાનને લઈને શું કરી આગાહી જાણો.....