Gujarat Weather Report : રાજ્યમાં ગરમીમાં મહદઅંશે ઘટાડો, આવતીકાલથી ગરમીનો પ્રકોપ વધશે - ગુજરાતમાં હિટવેવની અસર
રાજયના હવામાનમાં ગરમીનું પ્રમાણ માર્ચ મહિનાની શરૂઆતથી જ વધ્યું હતું. પરંતુ છેલ્લાં ચાર દિવસથી મહત્તમ (Gujarat Weather Report) તાપમાનનો પારો અગાઉના પ્રમાણમાં નીચે ઉતર્યો હતો. ત્યારે આવતીકાલથી રાજ્યમાં (Maximum Temperature Today) ગરમીનું પ્રમાણ વધશે તેવી શક્યતા છે.
કચ્છ : રાજ્યના હવામાનમાં ગઈકાલે જે તાપમાન (Gujarat Weather Report)નોંધાયું હતું. તેના પ્રમાણમાં આજે રાજ્યના અમુક જિલ્લાઓમાં 1 થી 2 ડિગ્રી જેટલો વધારો થયો છે. તો અમુક જિલ્લાઓમાં ઘટાડો નોંધાયો છે. આજે રાજ્યમાં ખુલ્લું આકાશ જોવા મળશે. અગાઉના પ્રમાણ કરતાં ઓછા ગરમ પવનો ફૂંકાશે.આ ઉપરાંત આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે સાથે સાથે અમુક જિલ્લાઓમાં હિટવેવની અસર (Impact of Hitwave in Gujarat) પણ જોવા મળશે. તેવું હવામાન વિભાગની માહિતી દ્વારા જાણવા મળી રહ્યું છે.
મહતમ તાપમાન -રાજ્યમાં નોંધાયેલા મહતમ તાપમાનના આંકડા (Heat Temperature in Gujarat) મુજબ રાજ્યમાં સૌથી વધારે મહતમ તાપમાન અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ અને રાજકોટ ખાતે 39 ડિગ્રી નોંધાયું છે તો ગાંધીનગર, બરોડા અને કંડલા ખાતે 38 ડિગ્રી, કચ્છના ભુજ ખાતે 37 ડિગ્રી, સુરત ખાતે 36 ડિગ્રી તો નલિયા ખાતે 35 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.