Gujarat Weather Report : ગાંધીનગર અને અમદાવાદ ખાતે ગરમીનો પ્રકોપ વધારે, જાણો આજનું તાપમાન
રાજયના હવામાનમાં ગરમીનું (Gujarat Weather Report) પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે.તો આજે રાજ્યના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન (Maximum Temperature Today) 38 ડિગ્રીથી 42 ડિગ્રી વચ્ચે નોંધાયું છે.તો રાજ્યના ગાંધીનગર અને અમદાવાદ ખાતે આજે હિટવેવની અસર વર્તાશે.
Gujarat Weather Report : ગાંધીનગર અને અમદાવાદ ખાતે ગરમીનો પ્રકોપ વધારે, જાણો આજનું તાપમાન
By
Published : Mar 17, 2022, 11:23 AM IST
કચ્છ : રાજ્યના હવામાનમાં ગરમીમાં દિવસે ને (Gujarat Weather Report)દિવસે વધારો થઈ રહ્યો છે. રાજ્યભરમાં મહત્તમ તાપમાનનો પારો સતત ઉપર ચડી રહ્યો છે. તો ગઈ કાલના પ્રમાણમાં આજે રાજ્યના અમુક જિલ્લાઓમાં ફરી મહતમ તાપમાનના પારામાં 1 ડીગ્રીનો વધારો થયો છે. તો અમુક જિલ્લાઓમાં 1 ડિગ્રી મહત્તમ તાપમાનનો પારો નીચે ઊતર્યો છે.
ધરતી પર ધગધગતો તાપ - રાજ્યમાં બપોર સુધીમાં ધોમ ધખતા તાપથી તાપમાનનો પારો 38 ડિગ્રીથી 42 ડિગ્રી સુધી નોંધાઈ રહ્યો છે. માર્ચ મહિનાની શરૂઆતથી ભારે તાપ જોવા મળી રહ્યો છે. તો ભારે તાપ લાગતા લોકો બપોરના સમયે ઘરમાંથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. તો શરીરમાં (Today Heat Temperature) ઠંડક જાળવી રાખવા માટે લોકો શેરડી, નારિયેળ તથા લીંબુનો જ્યુસ પીતાં હોવા મળી રહ્યાં છે.
હિટવેવની અસર - રાજ્યમાં મહત્તમ તાપમાનમાં (Maximum Temperature Today) સતત વધારા વચ્ચે અનેક જિલ્લામાં હીટ વેવની આગાહી હવામાન વિભાગે કરી હતી. રાજ્યના અમદાવાદ અને ગાંધીનગર આજે હિટ(Impact of Hit Wave in Gujarat) વેવની અસર વર્તાશે. ગરમ પવન ફૂંકાશે અને લૂ પણ વાશે. આગાહી મુજબ છેલ્લા 3 દિવસોથી હિટવેવની અસર પણ જોવા મળી રહી છે.
મહતમ તાપમાનગુજરાત હવામાન અહેવાલ-રાજ્યમાં નોંધાયેલા મહતમ તાપમાનના આંકડા મુજબ રાજ્યમાં સૌથી વધારે મહતમ તાપમાન રાજકોટ અને જૂનાગઢ ખાતે 42 ડિગ્રી, બરોડા અને અમદાવાદ ખાતે 41.0 ડિગ્રી નોંધાયું છે તો ભુજ, કંડલા, ભાવનગર અને ગાંધીનગર ખાતે 40 ડિગ્રી તો સુરત ખાતે 39 ડિગ્રી અને કચ્છના નલિયા ખાતે 38 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.