Gujarat Weather Report: ગરમીમાં તપવા થઈ જાઓ તૈયાર, અનેક જિલ્લામાં હિટ વેવની આગાહી - Impact of Hit Wave in Gujarat
રાજયના હવામાનમાં ગરમીનું (Mount of Heat Today) પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે.તો આજે રાજ્યના જિલ્લામાં મહત્તમ તાપમાન (Gujarat Weather Report) 39 ડિગ્રીથી 42 ડિગ્રી વચ્ચે નોંધાયું છે. તો રાજ્યના મહાનગરોમાં આવતીકાલ સુધી હિટ (Impact of Hit Wave in Gujarat) વેવની અસર વર્તાશે.
Gujarat Weather Report : રાજ્યમાં મહત્તમ તાપમાનમાં ફરી વધારો, અમદાવાદ ખાતે 42 ડિગ્રી તાપમાન નોંધાયું
By
Published : Mar 16, 2022, 11:56 AM IST
કચ્છ : રાજયના હવામાનમાં હવે ઠંડીનું પ્રમાણ (Mount of Heat Today) નહિવત્ છે અને ગરમીમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. રાજ્યભરમાં મહત્તમ તાપમાનનો પારો સતત ઉપર ચડી રહ્યો છે.તો ગઈ કાલના પ્રમાણમાં આજે ફરી મહતમ તાપમાનના પારામાં 1 ડિગ્રીનો વધારો થયો છે અને અનેક જિલ્લાઓમાં હિટ વેવની (Impact of Hit Wave in Gujarat) આગાહી પણ કરવામાં આવી છે.
ભારે તાપ લાગતા લોકો બપોરના સમયે ઘરમાંથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે -રાજ્યમાં બપોર સુધીમાં ધોમ ધખતા તાપથી (Gujarat Weather Report) તાપમાનનો પારો 39 ડિગ્રીથી 42 ડિગ્રી સુધી નોંધાઈ રહ્યો છે. માર્ચ મહિનાની શરૂઆતથી ભારે તાપ જોવા મળી રહ્યો છે. તો ભારે તાપ લાગતા લોકો બપોરના સમયે ઘરમાંથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે તો શરીરમાં ઠંડક જાળવી રાખવા માટે શેરડી, નારિયેળ તથા લીંબુનો જ્યુસ પીતા જોવા મળી રહ્યા છે.
રાજ્યના મહાનગરોમાં હિટવેવની અસર વર્તાશે -રાજ્યમાં મહત્તમ તાપમાનમાં સતત વધારા વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી કચ્છ જિલ્લામાં હીટ વેવની (Meteorological Department Weather) આગાહી હવામાન વિભાગે કરી હતી.રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર અને જૂનાગઢ ખાતે આજે તેમજ આવતીકાલે પણ હિટવેવની અસર વર્તાશે. ગરમ પવન ફૂંકાશે અને લૂ પણ વાશે.
રાજ્યના મહાનગરોમાં મહતમ તાપમાન 39 થી 42 ડિગ્રી નોંધાયું -રાજ્યમાં નોંધાયેલા મહતમ તાપમાનના આંકડા મુજબ રાજ્યમાં સૌથી વધારે મહતમ તાપમાન અમદાવાદ ખાતે 42 ડિગ્રી, ભુજ અને જૂનાગઢ ખાતે 41.0 ડિગ્રી નોંધાયું છે તો બરોડા, કંડલા, રાજકોટ અને ગાંધીનગર ખાતે 40 ડિગ્રી તો ભાવનગર, સુરત, નલિયા ખાતે 39 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.