કચ્છ :સમગ્ર રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસોથી બેવડી ઋતુ (Gujarat Weather Report)અનુભવાઇ રહી છે. રાત્રે અને વહેલી સવારે આંશિક ઠંડી તો દિવસે ગરમી અનુભવાઇ રહી છે. તો હજુ પણ આગામી દિવસોમાં વાતાવરણીય વિષમતા (Cold Temperature in Gujarat) જારી રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. આજે રાજ્યના જિલ્લામાં લઘુતમ તાપમાનનો પારો ઉપર ચડ્યો છે અને સામાન્ય તાપમાન નોંધાયું છે. અને આગામી અઠવાડિયાથી ગરમી શરૂ થઈ શકે છે.
લઘુતમ - મહત્તમ તાપમાન
સમગ્ર રાજ્યમાં ફરી હવામાનમાં પલટો આવ્યો છે. આજે રાજ્યમાં તાપમાનનો પારો પાછો નીચે સરક્યો છે અને સાથે જ ઠંડીનો ચમકારો પણ સવારના ભાગમાં જોવા મળ્યો છે. જ્યારે ભરબપોરે તો ઉનાળા જેવું વાતાવરણ સર્જાય છે અને લોકોને ભારે ગરમીનો અહેસાસ થાય છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી થી 19 ડિગ્રી વચ્ચે નોંધાયો છે જ્યારે મહત્તમ તાપમાન 30 થી 35 ડિગ્રી વચ્ચે નોંધાયું છે.