કચ્છ :સમગ્ર રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસોથી (Gujarat Weather Report) બેવડી ઋતુ અનુભવાઇ રહી છે. રાત્રે અને વહેલી સવારે આંશિક ઠંડી તો દિવસે ગરમી અનુભવાઇ રહી છે. તો હજુ પણ આગામી પાંચ દિવસ સુધી વાતાવરણીય (Cold Temperature in Gujarat) વિષમતા જારી રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. આગામી પાંચ દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની શક્યતા નથી અને વાતાવરણ યથાવત રહેશે.
લઘુતમ - મહત્તમ તાપમાન
સમગ્ર રાજ્યમાં ફરી હવામાનમાં પલટો આવ્યો છે. આજે રાજ્યમાં તાપમાનનો પારો પાછો નીચે સરક્યો છે અને સાથે જ ઠંડીનો ચમકારો પણ સવારના ભાગમાં જોવા મળ્યો છે. જ્યારે ભરબપોરે તો ઉનાળા જેવું વાતાવરણ સર્જાય છે અને લોકોને ભારે ગરમીનો અહેસાસ થાય છે. રાજ્યમાં લઘુતમ તાપમાન 13 ડિગ્રી થી 20 ડિગ્રી વચ્ચે નોંધાયો છે જ્યારે મહત્તમ તાપમાન 29 થી 25 ડિગ્રી વચ્ચે નોંધાયું છે.
ગાંધીનગરમાં સૌથી ઓછું તાપમાન-13.3 ડિગ્રી