કચ્છ : રાજ્યના હવામાનમાં છેલ્લાં થોડાં દિવસો બાદ ફરીથી તાપમાનમાં (Gujarat Weather Report) નોંધપાત્ર ફેરફાર થયો છે. તો હવામાન વિભાગની આગાહી મુજબ આજે ઠંડીના (Cold Temperature in Gujarat) પ્રમાણમાં ઘટાડો થયો છે.
વાતાવરણ સૂકું રહેશે
48 કલાક અગાઉ હવામાન વિભાગ દ્વારા આગાહી (Meteorological Department Forecast) કરવામાં આવેલી હતી કે, 2 દિવસ બાદ રાજ્યના હવામાનમાં પલટો આવશે અને આગામી કેટલાક દિવસો માટે સુધી વાતાવરણ સૂકું રહેશે તેમજ રાજ્યમાં ફરીથી તાપમાનમાં ઘટાડો થશે પરંતુ આજે લઘુત્તમ તાપમાનનો પારો ઉલટો ઉપર ચડ્યો છે અને તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધીનો વધારો નોંધાયો છે.
આ પણ વાંચોઃCold wave in Gujarat: જાણો શિયાળામાં પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા જાળવી રાખવા શું કરવું !