રાજ્યમાં ગઈ કાલથી ફરી લઘુત્તમ તાપમાનનો પારામાં ફેરફાર થયો છે અને પારો(Gujarat Weather Report) ઉપર ચડ્યો હતો.તો આજે રાજ્યના જિલ્લાઓમાં લઘુતમ તાપમાન 10 થી 17 ડિગ્રી વચ્ચે નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 48 કલાકમાં તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે.
કચ્છ : રાજ્યના હવામાનમાં છેલ્લાં થોડાં દિવસો બાદ ફરીથી તાપમાનમાં (Gujarat Weather Report) નોંધપાત્ર ફેરફાર થયો છે. ત્યારે આજે રાજ્યના જિલ્લાઓમાં લઘુતમ તાપમાન 10 થી 17 ડિગ્રી વચ્ચે નોંધાયું છે. અને તમામ જિલ્લાઓમાં ગઈ કાલ કરતા આજ તાપમાનનો પારો(Cold Temperature in Gujarat) ઉપર ચડ્યો છે.
વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા
હવામાન વિભાગ (Meteorological Department Forecast) દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી 5 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે તેમજ રાજ્યમાં ફરીથી આગામી 48 કલાકમાં તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. તો રાજ્યના જિલ્લાઓમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા પણ દર્શાવાઇ છે. આગામી 2 દિવસ સુધી તાપમાનમાં 2 થી 5 ડિગ્રી સુધી ઘટાડો નોંધાશે.
સૌથી ઓછું તાપમાન નલિયામાં
રાજ્યના જિલ્લાઓમાં તાપમાનના પારામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. તમામ જિલ્લાઓમાં તાપમાનનો પારો 10 થી 17 ડિગ્રી વચ્ચે નોંધાયો છે. ત્યારે સૌથી ઓછું તાપમાન નલિયા ખાતે 10.8 ડિગ્રી નોંધાયું છે. તો ત્યાર બાદ ગાંધીનગર ખાતે 12.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.