ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Weather Report : રાજ્યમાં ઠંડીમાં ધરખમ ઘટાડો, જાણો આજનું તાપમાન

સમગ્ર રાજ્યમાં છેલ્લા 2 દિવસથી ઠંડીમાં ઘટાડો થયો છે. લઘુતમ તાપમાનનો (Gujarat Weather Report) પારો ઉંચે ચડ્યો હતો. ત્યારે આજે ગુરૂવારે પણ રાજ્યના જિલ્લાઓમાં તાપમાન 12 ડિગ્રીથી 19 ડિગ્રી વચ્ચે નોંધાયું છે.

Gujarat Weather Report : રાજ્યમાં ઠંડીમાં ધરખમ ઘટાડો, જાણો આજનું તાપમાન
Gujarat Weather Report : રાજ્યમાં ઠંડીમાં ધરખમ ઘટાડો, જાણો આજનું તાપમાન

By

Published : Feb 3, 2022, 10:51 AM IST

કચ્છ:રાજ્યના હવામાનમાં (Gujarat Weather Report) છેલ્લાં થોડાંક દિવસથી ફરી નોંધપાત્ર ફેરફાર થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ઠંડીનો પારો 4થી 5 ડિગ્રી સુધી એટલે કે 3 ફેબ્રુઆરી સુધી ઠંડી (Cold Temperature in Gujarat) ઓછી પડશે જે બાદ ફરી વધશે. આજે ગુરૂવારે દરિયા કાંઠાના વિસ્તારોમાં પવનનું જોર વધશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો:અમદાવાદ અને બનાસકાંઠાના વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટાંની આગાહી, જાણો આજનું લઘુતમ તાપમાન

ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાતાં વાહનચાલકોને વાહન ચલાવવામાં પરેશાની

રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે સાથે સાથે સવારના 9:30 વાગ્યા સુધી અનેક જિલ્લાઓમાં ધુમ્મસભર્યું વાતવરણ જોવા મળ્યું હતું. જેમાં ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાતાં વાહનચાલકોને વાહન ચલાવવામાં પણ તકલીફ વેઠવી પડી હતી. તેમજ રાજ્યમાં ઠંડા પવનો પણ અનુભવાયા હતા. રાજ્યના જિલ્લાઓમાં લઘુતમ તાપમાનનો પારામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. તમામ જિલ્લાઓમાં લઘુતમ તાપમાનનો પારો 12 ડિગ્રીથી ઉપર નોંધાયો છે.સૌથી ઓછું તાપમાન જૂનાગઢ ખાતે 12.0 નોંધાયું છે.તો આજે સમગ્ર રાજ્યમાં ખુલ્લું વાતાવરણ જોવા મળશે.

આ પણ વાંચો:રાજ્યમાં સતત બીજા દિવસે ભારે ઝાકળવર્ષા વચ્ચે એકાએક તાપમાનનો પારો ઉંચો ચડ્યો, જાણો આજનું લઘુતમ તાપમાન

ગુજરાતના મહાનગરોમાં લઘુતમ તાપમાન (ડિગ્રી)

ક્રમ મહાનગરો લઘુતમ તાપમાન
1 અમદાવાદ 18.4
2 ગાંધીનગર 16.8
3 રાજકોટ 18.4
4 સુરત 18.8
5 ભાવનગર 19.0
6 જૂનાગઢ 12.0
7 બરોડા 15.6
8 નલિયા 15.9
9 ભુજ 17.9
10 કંડલા 16.5

ABOUT THE AUTHOR

...view details