કચ્છ : રાજ્યના હવામાનમાં (Gujarat Weather Report) ફરી ફેરફાર થયો છે. રાજ્યમાં આગામી 3 દિવસ ઠંડીનો (Cold Temperature in Gujarat) ચમકારો રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ બાદ ઠંડીનો પારો 4 થી 5 ડિગ્રી સુધી એટલે કે 3 ફેબ્રુઆરી સુધી ઠંડી ઓછી પડશે જે બાદ વધશે. 2 ફેબ્રુઆરી દરિયા કાંઠાના વિસ્તારમાં પવનનું જોર વધશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.
40થી 50 ની ઝડપે પવન ફૂંકાશે
આ ઉપરાંત લગભગ 40 થી 50 ની ઝડપે પવન ફૂંકાશે તેથી માછીમારોને આગામી 2 તારીખે દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. પણ 5 ફેબ્રુઆરી પછી ગુજરાતના વાતાવરણમાં પલટો (Unseasonal Rain in Gujarat) આવતા તાપમાન વધશે તેવું પણ હવામાન વિભાગ (Meteorological Department in Gujarat) દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃCold wave in Gujarat: જાણો શિયાળામાં પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા જાળવી રાખવા શું કરવું !
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાનમાં પલટો આવશે