સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનો ઠારમાં આજે રાહત મળી છે. ત્યારે આજે રાજ્યમાં સામાન્ય તાપમાન (Gujarat Weather Report) નોંધાયું છે. આ ઉપરાંત કમોસમી વરસાદની (Non seasonal rainfall in Gujarat) શક્યતાઓ પણ જોવા મળી રહી છે.
કચ્છ : રાજ્યમાં આજે દિવસભર વાદળછાયું વાતાવરણ જોવા મળશે. તો રાજ્યમાં 1લી ફેબ્રુઆરીથી 3 ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદની (Unseasonal Rain in Gujarat) શક્યતા પણ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં કમોસમી માવઠા દરમિયાન માત્ર વરસાદની સાથે સાથે કરા પણ પડી શકે છે. આ ઉપરાંત 10મી ફેબ્રુઆરી થી 17 ફેબ્રુઆરી વચ્ચે ફરી હવામાનમાં પલટો આવશે.
રાજ્યમાં પવનની દિશા બદલાતા હવે ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે. રાજ્યમાં 2-3 દિવસ બાદ ઠંડીમા 2 થી 4 ડિગ્રીનો વધારો થશે. તો આજે તમામ જિલ્લાઓમાં ખુલ્લું(Gujarat Weather Report) વાતાવરણ જોવા મળશે.
આજે રાજ્યમાં લઘુત્તમ તાપમાનનો પારો છેલ્લાં થોડાંક દિવસની સરખામણીએ ઊંચે ચડ્યો હતો. તેમજ ઠંડીના પ્રમાણમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. તો રાજ્યમાં સૌથી ઓછું તાપમાન ગાંધીનગર ખાતે 8.2 ડિગ્રી નોંધાયું હતું.