Gujarat Weather Report : રાજ્યમાં ઠારનો માર, અમદાવાદ,ગાંધીનગર અને નલિયામાં સિંગલ ડિજિટમાં પારો - આજે ગુજરાતનું હવામાન
સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનો ઠાર હજુ પણ જારી રહ્યો છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં (Gujarat Weather Report) કોઈ ખાસ ફેરફાર ન થતા ઠારનો માર યથાવત રહ્યો છે. તો હજુ પણ બે દિવસ સુધી તાપમાનમાં નોંધપાત્ર (Cold Temperature in Gujarat) ફેરફાર નહીં થાય તેવી શક્યતા છે.
Gujarat Weather Report : રાજ્યમાં ઠારનો માર યથાવત, અમદાવાદ-ગાંધીનગર અને નલિયા ખાતે પારો સિંગલ ડિજિટમાં
By
Published : Jan 29, 2022, 10:42 AM IST
કચ્છ : રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી લઘુત્તમ તાપમાનનો (Gujarat Weather Report) પારો નીચે સરકી રહ્યો છે. તો જિલ્લાઓમાં પારો સિંગલ ડિજિટમાં પહોંચ્યો હતો અને ઠંડા પવન ફૂંકાતા ઠંડીનું (Cold Temperature in Gujarat) પ્રમાણ વધ્યું હતું અને લોકો ઠુંઠવાયા હતા. જ્યારે આજે રાજ્યના જિલ્લાઓમાં લઘુતમ તાપમાન 6 ડિગ્રી થી 16 ડિગ્રી નોંધાયું છે.
માર્ગો પર ચહલ પહલ ઘટી
સામાન્ય રીતે ઉત્તરાયણ બાદ ઠંડીનું પ્રમાણ ઘટતું જાય છે. પરંતુ આ વર્ષે ઉત્તરાયણ બાદ ઠંડા પવનો વેગીલા બનતા રાજ્યમાં ઠેર ઠેર ઠારનો માહોલ જામ્યો છે. લોકોને ઠંડા અને સૂકા પવનો નો સામનો કરવો પડી રહ્યો છે. દિવસભર ઠંડા પવનોને લીધે લોકોને ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી છે. તો ઠંડીની તીવ્રતા જારી રહેતા વહેલી સવારે અને મોડી રાત્રે માર્ગ પર ચહલ-પહલ નું પ્રમાણ પણ ઘટયું છે.
સોમવારથી તાપમાનમાં વધારો થશે
હવામાન વિભાગ (Meteorological Department in Gujarat) દ્વારા આગામી બે દિવસો સુધી તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા નહીં મળે. ત્યાર બાદ સોમવારથી રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં બે થી ચાર ડિગ્રી વધારો થશે અને ઠંડીમાં આંશિક રાહત મળશે.
અમદાવાદ, ગાંધીનગર અને નલિયા ખાતે પારો સિંગલ ડિજિટમાં
આજે રાજ્યમાં તાપમાનનો પારો આગળના દિવસો ની સરખામણીએ (Gujarat Single Digit) ઊંચે ચડ્યો હતો. તેમજ ઠંડીના પ્રમાણમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારે રાજ્યના શિત મથક નલિયા ખાતે પારો 6.1 નોંધાયો છે. ત્યાર બાદ રાજ્યમાં બીજા નંબર સૌથી ઓછું 7.9 ડિગ્રી ગાંધીનગર ખાતે નોંધાયું છે.