કચ્છઃ છેલ્લા ત્રણેક દિવસથી રાજ્યના તમામ જિલ્લાઓમાં ઠંડીનું (Cold Temperature in Gujarat) પ્રમાણ વધ્યું હતું. ઠંડા અને સૂકા પવન અનુભવાયા હતા. પરિણામે દિવસભર લોકો ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી હતી. તો ઠેર ઠેર લોકો તાપણું કરતા નજરે પડ્યા હતા. આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ અનેક જિલ્લાઓમાં કોલ્ડ વેવની (Cold wave in Gujarat) અસર વર્તાઈ હતી. તો રાજ્યમાં ઉત્તર પશ્ચિમમાં ઠંડા પવન ફૂંકાતા પારો નીચે સરક્યો હતો.
આજે રાજ્યના શિત મથક નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું
હવામાન વિભાગ (Meteorological Department in Gujarat) દ્વારા આજે રાજ્યના જિલ્લાઓમાં 5 ડિગ્રીથી 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. તો સૌથી ઓછું તાપમાન રાજ્યના શિતમથક કચ્છના નલિયા ખાતે 5.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બાકીના જિલ્લાઓમાં ઠંડીનું પ્રમાણ અગાઉ કરતાં પ્રમાણમાં વધ્યું હતું.