ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Weather Report : રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત્, જાણો આજનું તાપમાન - લઘુતમ તાપમાનનો પારો

સમગ્ર રાજ્યમાં છેલ્લાં બે દિવસથી કોલ્ડ વેવની અસર(Cold wave effect) વર્તાઈ રહી છે છે અને ફરીથી લઘુતમ તાપમાનનો પારો(Mercury at minimum temperature) નીચે સરક્યો છે અને ઠંડીના ચમકારાથી તમામ લોકો ઠુંઠવાયા હતા તો આજે રાજ્યના જિલ્લાઓમાં 4 ડિગ્રીથી 13 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે.

Gujarat Weather Report
Gujarat Weather Report

By

Published : Jan 26, 2022, 5:10 PM IST

કચ્છ : રાજ્યમાં ઉતર પશ્ચિમના ઠંડા પવનો રાજ્યભરમાં અનુભવાઈ રહ્યા છે જેના પરિણામે કચ્છ, ભાવનગર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ ખાતે હાલમાં દિવસભર કોલ્ડ વેવની અસર વર્તાઈ રહી છે અને ઠંડા અને સૂકા પવન ફૂંકાઈ રહ્યા છે. ઉપરાંત રાજ્યના ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અમદાવાદ જીલ્લામાં પણ રોજ કોલ્ડ વેવની અસર(Cold wave effect) વર્તાશે.

નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું

હવામાન ખાતા દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ આજે રાજ્યના જિલ્લાઓમાં 4 ડિગ્રીથી 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, તો સૌથી ઓછું તાપમાન રાજ્યના શિતમથક કચ્છના નલિયા ખાતે 4.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને બાકીના જિલ્લાઓમાં ઠંડીનું પ્રમાણ અગાઉ કરતાં પ્રમાણમાં વધ્યું હતું.

ગુજરાતના મહાનગરોમાં લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)

શહેર તાપમાન
અમદાવાદ 8.0
ગાંધીનગર 8.0
રાજકોટ 8.5
સુરત 12.8
ભાવનગર 10.2
જૂનાગઢ 8.0
બરોડા 9.4
નલિયા 4.0
ભુજ 10.2
કંડલા 10.1

ABOUT THE AUTHOR

...view details