Gujarat Weather Report : રાજ્યમાં આગામી 3 દિવસ કોલ્ડવેવની અસર, રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો
રાજ્યમાં થોડાક દિવસોથી સામન્ય તાપમાન(Gujarat Weather Report) રહ્યા બાદ ફરીથી ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. તાપમાનનો પારો ફરી નીચે સરક્યો છે. જ્યારે આજે ઠંડીનો ચમકારો ઠંડા પવન (Cold Temperature in Gujarat) સાથે જોવા મળ્યો હતો.આજે રાજ્યના જિલ્લાઓમાં 4 ડિગ્રીથી 12 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. તો હવામાન વિભાગે કોલ્ડ વેવ એટલે કે શીત લહેરની આગાહી કરી છે.
Gujarat Weather Report : રાજ્યમાં આગામી 3 દિવસ માટે કોલ્ડ વેવની અસર વર્તાશે, રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો
By
Published : Jan 24, 2022, 10:42 AM IST
કચ્છઃ રાજ્યમાં ઉતર પશ્ચિમના ઠંડા પવનોથી કચ્છ, ભાવનગર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ ખાતે આગામી 3 દિવસ કોલ્ડ વેવની અસર વર્તાશે અને ઠંડા અને સૂકા પવન ફૂંકાશે. આ ઉપરાંત રાજ્યના ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અમદાવાદ જીલ્લામાં 24થી 26 જાન્યુઆરીના રોજ કોલ્ડ વેવની અસર વર્તાશે તો આગામી 3 દિવસ શીત લહેરને લઈ તકેદારી રાખવા માટે હવામાન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.
3 દિવસ સામાન્ય તાપમાન રહ્યા બાદ ફરી પારો નીચે સરક્યો
ગઈકાલથી જ રાજ્યમાં ફરી તાપમાનમાં(Gujarat Weather Report) ઘટાડો જોવા મળ્યો છે, ત્યારે લોકોએ પણ ઠંડા (Cold Temperature in Gujarat) પવનનો અનુભવ કર્યો હતો. તો દિવસભર લોકોને ઠંડીના કારણે ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી હતી. જ્યારે આજે સવારથી જ રાજ્યમાં ઠંડા પવનની અસર વર્તાઈ રહી છે અને લોકો ફરીથી તાપણી કરતા જોવા મળ્યા હતા. 3 દિવસના સામાન્ય તાપમાન બાદ ફરીથી પારો નીચે સરક્યો છે.
હવામાન વિભાગ (Meteorological Department in Gujarat) દ્વારા આજે રાજ્યના જિલ્લાઓમાં 4 ડિગ્રીથી 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો સૌથી ઓછું તાપમાન રાજ્યના ગાંધીનગર ખાતે 4.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને બાકીના જિલ્લાઓમાં ઠંડીનું પ્રમાણ અગાઉ કરતાં પ્રમાણમાં વધ્યું હતું.
રાજ્યના મહાનગરોમાં લઘુતમ તાપમાન સિંગલ ડીઝીટમાં
રાજ્યના મહાનગરોમાં તાપમાન સિંગલ ડીઝીટમાં (Single Digit Temperature in Gujarat) નોંધાયું છે. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, બરોડા, કચ્છ જેવા જિલ્લાઓમાં લઘુતમ તાપમાન સિંગલ ડીઝીટમાં સરક્યું છે. તો મહાનગરોમાં લોકો ઠંડીના ચમકારાથી ઠુંઠવાયા સાથે મહાનગરોમાં શિત લહેરની અસર વર્તાઈ રહી છે.