ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Weather Report : પતંગ રસિકો માટે સારા સમાચાર આજે આટલી ઝડપે પવન ફૂંકાશે, જાણો આજનું લઘુતમ તાપમાન - ગુજરાતમાં કમોસમી વરસાદ

સમગ્ર રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી અનેક જિલ્લાઓમાં લઘુતમ તાપમાનનો (Weather of Gujarat Today) પારો સિંગલ ડિજિટમાં સરક્યો છે, ત્યારે લોકો કડકડતી ઠંડીમાં ઠુંઠવાઈને લોકો ઠંડીનો (Cold Temperature in Gujarat) અહેસાસ અનુભવી રહ્યા છે. તો આજે બીજી તરફ ઉતરાયણના દિવસે (Gujarat Weather Report) પતંગ રસિકો માટે સારા સમાચાર છે.

Gujarat Weather Report : પતંગ રસિકો માટે સારા સમાચાર આજે આટલી ઝડપે પવન ફૂંકાશે, જાણો આજનું લઘુતમ તાપમાન
Gujarat Weather Report : પતંગ રસિકો માટે સારા સમાચાર આજે આટલી ઝડપે પવન ફૂંકાશે, જાણો આજનું લઘુતમ તાપમાન

By

Published : Jan 14, 2022, 11:46 AM IST

કચ્છઃ સવારથી જ સમગ્ર રાજ્યમાં ઠંડા (Weather of Gujarat Today) પવન અનુભવાઈ રહ્યા છે. તો આગામી દિવસોમાં પારો હજુ પણ 3થી 5 ડિગ્રી નીચો જાય તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. પવનની ઝડપ પણ વધશે તેવી શકયતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. સવારમાં ઉત્તરથી પૂર્વ તરફનો પવન રહેશે. જ્યારે બપોર બાદ પવનની દિશા બદલાશે તેવી શક્યતા છે. જો કે,પતંગ રસીયાઓને મજા પડી જાય તેમ આખો દિવસ અનુકુળ પવન(Gujarat Weather Report) ફુંકાતો રહેશે.

16 જાન્યુઆરી બાદ હવામાનમાં પલટો આવશે

રાજ્યમાં 16થી 19 જાન્યુઆરીએ ગુજરાતના હવામાનમાં (Unseasonal Rain in Gujarat) પલટો આવશે. 18થી 20 જાન્યુઆરીએ કેટલાક ભાગોમાં માવઠું (Non Seasonal Rain in Gujarat) પડી શકે છે. 25થી 29 જાન્યુઆરીમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે. તેમજ ઠંડીના (Cold Temperature in Gujarat) પ્રમાણમાં પણ ઘટાડો નોંધાશે તેવું હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.

રાજ્યના શિતમથક નલિયામાં 3.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું

હવામાન વિભાગે જણાવ્યું કે (Meteorological Department in Gujarat) આજે રાજ્યના જિલ્લાઓમાં 3 ડિગ્રીથી 13 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો રાજ્યનું શિતમથક નલિયામાં પારો સિંગલ ડિજિટમાં(Temperature Single Digit in Gujarat) પહોંચ્યું હતું અને આજનું તાપમાન 3.6 ડિગ્રી નોંધાયું હતું.

આ પણ વાંચોઃCold wave in Gujarat: જાણો શિયાળામાં પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા જાળવી રાખવા શું કરવું !

ગુજરાતના મહાનગરોમાં લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)

મહાનગરો તાપમાન
અમદાવાદ 09.05
ગાંધીનગર 07.08
રાજકોટ 09.00
સુરત 14.02
ભાવનગર 12.00
જૂનાગઢ 11.00
બરોડા 10.04
નલિયા 03.06
ભુજ 09.08
કંડલા 11.01

આ પણ વાંચોઃwinter woolen market in Junagadh: જુનાગઢમાં વધી રહેલી ઠંડીના કારણે ગરમ કપડાંની માર્કેટમાં જોવા મળી તેજી

ABOUT THE AUTHOR

...view details