Gujarat Weather Report : આગામી 2 દિવસ કમોસમી વરસાદ સાથે પવન ફૂંકાવવાની આગાહી, જૂઓ આજનું તાપમાન - ગુજરાતમાં હવામાન વિભાગ
રાજ્યના તાપમાનમાં છેલ્લા ત્રણેક દિવસોથી (Gujarat Weather Report)નોંધપાત્ર ફેરફાર નોંધાઈ રહ્યો છે અને મહતમ તાપમાનનો પારો પણ દિવસેને દિવસે ઉપર ચડી રહ્યો હતો. રાજ્યમાં આજે ગરમીના (Maximum Temperature Today) પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે. બુધવાર અને ગુરુવાર કમોસમી વરસાદ (Unseasonal Rain in Gujarat) સાથે પવન ફૂંકાશેની આગાહી કરવામાં આવી છે.
Gujarat Weather Report : આગામી 2 દિવસ કમોસમી વરસાદ સાથે પવન ફૂંકાવવાની આગાહી, જૂઓ આજનું તાપમાન
By
Published : Apr 19, 2022, 10:43 AM IST
કચ્છ : આજના દિવસે રાજ્યમાં ગરમીનું પ્રમાણ અગાઉની સરખામણીએ વધુ છે. તો આજે રાજ્યના મહાનગરોમાં તાપમાનનો (Gujarat Weather Report) પારો 42 ડિગ્રી પર પહોંચ્યો છે. રાજ્યના હવામાનમાં અગાઉની સરખામણીએ અમુક જિલ્લાઓમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. તો અમુક જિલ્લામાં 1 થી 4 ડિગ્રી જેટલું તાપમાન વધ્યું છે. રાજ્યના અમુક જિલ્લાઓમાં 2 થી 3 ડિગ્રી ઘટાડો (Maximum Temperature Today) પણ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદ પડવાની સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
વરસાદ સાથે પવન પણ ફૂંકાશે -રાજ્યમાં બુધવાર અને ગુરૂવાર એમ બે દિવસ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા (Meteorological Department in Gujarat) આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદની (Unseasonal Rain in Gujarat) સાથે રાજ્યના વિવિધ વિસ્તારમાં પ્રતિ કલાકે 30થી 40 કિમી.ની ઝડપે પવન પણ ફૂંકાશે.
વાતાવરણમાં પલટી શકે છે - રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે, બુધવારના રોજ બનાસકાંઠા મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, વડદોરા, ભરૂચ, રાજકોટ,અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગરમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે. જ્યારે બીજા દિવસે ગુરુવારે સાબરકાંઠા, બનાસકાંઠા, ભાવનગર, બોટાદમાં હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી મુજબ મંગળવાર રાતથી જ રાજ્યના વાતાવરણમાં પલટો શરૂ થઈ શકે છે. જો કમોસમી વરસાદ પડશે તો રાજ્યના તાપમાનમાં ઘટાડો થશે. પરંતુ બીજી તરફ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાના કારણે ઉકળાટ અને બફારો અનુભવાશે.
મહતમ તાપમાન -રાજ્યમાં નોંધાયેલા મહતમ તાપમાનના (Heat Temperature in Gujarat) આંકડા મુજબ રાજ્યમાં સૌથી વધારે મહતમ તાપમાન રાજકોટ ખાતે 42.6, ત્યાર બાદ જૂનાગઢ ખાતે 42.4, અમદાવાદ ખાતે 42.2 ડિગ્રી ત્યાર બાદ ગાંધીનગર ખાતે 41.5 ડિગ્રી ત્યાર બાદ બરોડા અને ભુજ ખાતે 40.4 ડિગ્રી, કંડલા ખાતે 39.8 ડિગ્રી, ભાવનગર ખાતે 38.8 ડિગ્રી, નલિયા ખાતે 34.8 ડિગ્રી,સુરત ખાતે 33.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.