રાજ્યના હવામાનમાં ગરમીનું પ્રમાણ દિવસેને દિવસે(Gujarat Weather Report)વધી રહ્યું છે. આજે રાજ્યના જિલ્લાઓમાં મહતમ તાપમાન 37 ડિગ્રીથી 42 ડિગ્રી વચ્ચે નોંધાયું છે. આજે ધુળેટીના દિવસે લોકોને રંગો સાથે રમવાની સાથે ભારે ગરમીનો પણ સામનો કરવો પડશે.
કચ્છઃ રાજ્યના હવામાનમાં ગરમીમાં દિવસેને દિવસે વધારો (Maximum Temperature Today)થઈ રહ્યો છે. રાજ્યભરમાં મહત્તમ તાપમાનનો પારો સતત ઉપર ચડી રહ્યો છે.તો ગઈ કાલના પ્રમાણમાં (Gujarat Weather Report)આજે રાજ્યના અમુક જિલ્લાઓમાં ફરી મહતમ તાપમાનના પારામાં 1 ડીગ્રીનો વધારો થયો છે તો અમુક જિલ્લાઓમાં 1 ડિગ્રી મહતમ તાપમાનનો પારો નીચે ઊતર્યો છે.
ગરમી વચ્ચે લોકો આજે ધુળેટીના માહોલમાં ઠંડાઈનો આનંદ માણશે -રાજ્યમાં બપોર સુધીમાં ધોમ ધખતા તાપથી તાપમાનનો પારો 37 ડિગ્રીથી 42 ડિગ્રી સુધી નોંધાઈ રહ્યો છે. માર્ચ મહિનાની શરૂઆતથી ભારે તાપ જોવા મળી રહ્યો છે. તો ભારે તાપ લાગતા લોકો બપોરના સમયે ઘરેમાંથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે તો શરીરમાં ઠંડક જાળવી રાખવા માટે શેરડી, નારિયેળ તથા લીંબુનો જ્યુસ પીતાં હોવા મળી રહ્યા છે.આજે રંગોનો તહેવારમાં લોકો ઠંડાઈનો પણ આનંદ માણશે.
રાજ્યમાં 5 શહેરોમા હીટ વેવની અસર વર્તાશે -રાજ્યમાં મહત્તમ તાપમાનમાં સતત વધારા વચ્ચે અનેક જિલ્લામાં હીટ વેવની આગાહી હવામાન વિભાગે કરી હતી. રાજ્યના અમદાવાદ, રાજકોટ, કંડલા, બરોડા અને ગાંધીનગરમાં આજે હિટ વેવની અસર વર્તાશે. ગરમ પવન ફૂંકાશે અને લૂ પણ વાશે. આગાહી મુજબ છેલ્લાં 3 દિવસોથી હિટ વેવની અસર પણ જોવા મળી રહી છે.
રાજ્યના મહાનગરોમાં મહતમ તાપમાન 37થી 42 ડિગ્રી નોંધાયું -રાજ્યમાં નોંધાયેલ મહતમ તપામાનના આંકડા મુજબ રાજ્યમાં સૌથી વધારે મહતમ તાપમાન રાજકોટ અને જૂનાગઢમાં 42 ડિગ્રી, બરોડા, ગાંધીનગર અને અમદાવાદ ખાતે 41.0 ડિગ્રી નોંધાયું છે. ભુજમાં 40 ડિગ્રી, સુરત અને ભાવનગરમાં 39 ડિગ્રી અને કચ્છના કંડલામાં 38 ડિગ્રી, નલિયામાં 37 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયું છે.