ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Weather Report: રાજ્યમાં ફરી વધ્યું ગરમીનું પ્રમાણ, જાણો આજનું તાપમાન

ગુજરાતના તાપમાનમાં છેલ્લાં ચાર દિવસોથી નોંધપાત્ર રીતે ફેરફાર(Gujarat Weather Report) થઈ રહ્યો છે. આજે ગરમીના પ્રમાણમાં આંશિક વધારો(Heat wave in Gujarat ) જોવા મળ્યો છે. રાજ્યના શહેરોમાં 35 ડિગ્રીથી 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આજે રાજ્યના મહાનગરોમાં તાપમાનનો પારો 35 ડિગ્રી પાર પહોંચ્યો હતો.

Gujarat Weather Report: રાજ્યમાં ફરી વધ્યું ગરમીનું પ્રમાણ, જાણો આજનું તાપમાન
Gujarat Weather Report: રાજ્યમાં ફરી વધ્યું ગરમીનું પ્રમાણ, જાણો આજનું તાપમાન

By

Published : Apr 12, 2022, 9:24 PM IST

કચ્છઃ રાજ્યના તાપમાનમાં છેલ્લાં ચાર દિવસોથી નોંધપાત્ર ફેરફાર નોંધાઈ રહ્યો છે. મહત્તમ તાપમાનનો પારો પણ દિવસે ને દિવસે ઉપર ચડી રહ્યો હતો ગઈકાલના પ્રમાણમાં આજે ગરમીના પ્રમાણમાં આંશિક વધારો જોવા મળ્યો છે. રાજ્યના શહેરોમાં 35 ડિગ્રીથી 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આજના દિવસે રાજ્યમાં ગરમીનું પ્રમાણ અગાઉની સરખામણીએ વધુ છે. આજે રાજ્યના મહાનગરોમાં તાપમાનનો પારો 35 ડિગ્રી પાર પહોંચ્યો હતો. રાજ્યના હવામાનમાં અગાઉની સરખામણીએ અમુક જિલ્લાઓમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે તો અમુક જિલ્લામાં 1 થી 4 ડિગ્રી જેટલું તાપમાન વધ્યું છે. રાજ્યના અમુક જિલ્લાઓમાં 2થી 3 ડિગ્રી ઘટાડો પણ નોંધાયો છે તેવું હવામાન વિભાગની માહિતી દ્વારા જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચોઃGujarat Weather Report: રાજ્યના તાપમાનમાં આંશિક ઘટાડો થતા ગરમીથી રાહત, જાણો આજનું તાપમાન

ભારે તાપના કારણે બફારો અનુભવાશે -રાજ્યમાં ભારે તાપ લાગતા લોકો બપોરના સમયે ઘરેમાંથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે તો શરીરમાં ઠંડક જાળવી રાખવા માટે શેરડી, નારિયેળ તથા લીંબુનો જ્યુસ પીતાં હોવા મળી રહ્યા છે. ગરમીના પ્રકોપથી ભારે બફારો પણ અનુભવાશે. જેથી કરીને લોકોએ હળવા કોટનના વસ્ત્રો પહેરવા જરૂરી છે.

આ પણ વાંચોઃTemperature rise in Junagadh: જૂનાગઢ શહેરના સરેરાશ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો

રાજ્યના શહેરોમાં મહત્તમ તાપમાન 35થી 42 ડિગ્રી નોંધાયું -રાજ્યમાં નોંધાયેલ મહત્તમ તપામાનના આંકડા મુજબ રાજ્યમાં સૌથી વધારે મહત્તમ તાપમાન રાજકોટ અને જૂનાગઢ ખાતે 41.8 ડિગ્રી ત્યાર બાદ અમદાવાદ ખાતે 41.5 ડિગ્રી ત્યાર બાદ ગાંધીનગર ખાતે 40.8 ડિગ્રી, બરોડા ખાતે 40.6 ડિગ્રી, ભુજ ખાતે 39.2 ડિગ્રી, કંડલા ખાતે 38.2 ડિગ્રી,ભાવનગર ખાતે 38.0 ડિગ્રી, સુરત ખાતે 36.4 ડિગ્રી, નલિયા ખાતે 35 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયું છે.

ગુજરાતના શહેરોમાં મહત્તમ તાપમાન

જિલ્લા તાપમાન
અમદાવાદ 41.5
ગાંધીનગર 40.8
રાજકોટ 41.8
સુરત 36.4
ભાવનગર 38.0
જૂનાગઢ 41.8
વડોદરા 40.6
નલિયા 35.0
ભુજ 39.2
કંડલા 38.2

ABOUT THE AUTHOR

...view details