કચ્છઃ છેલ્લા ત્રણ-ચાર દિવસથી સમગ્ર રાજ્યમાં લઘુતમ તાપમાનનો (Weather of Gujarat Today) પારો નીચે સરકી રહ્યો છે. છેલ્લાં થોડાક દિવસોથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં લોકો કડકડતી ઠંડીમાં ઠુંઠવાયા (Cold Temperature in Gujarat) હતા. ત્યારે આજે ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. ત્યારે આજે ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. આજે રાજ્યના જિલ્લાઓમાં 9 ડિગ્રીથી 16 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે.
દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર કમોસમી વરસાદની (Non Seasonal Rain) આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બનસની અસરને (Effect of Western Disturbances) પગલે ઠેર ઠેર કમોસમી વરસાદ વરસી શકે છે ઉપરાંત દરિયાઈ કાંઠામાં 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.જેથી કરીને આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે કમોસમી વરસાદનું ભવિષ્ય સૂચન
ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટો પલટો(Unseasonal Rain in Gujarat) આવવાની સંભાવનાઓને વર્તાઈ રહી છે.આગામી 3 દિવસોમાં રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવા સાથે ઠંડીનો ચમકારો પણ અનુભવાય તેવી પૂરી સંભાવના છે. દરમિયાન વિષમ હવામાનની વિપરીત અસરને કારણે માવઠુ (Rainfall Forecast in Gujarat) થવાની સંભાવના પણ રહેલી છે. તો આગામી 3 દિવસોમાં કચ્છ જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.