ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Weather Report: અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં લઘુત્તમ તાપમાનનો પારો સિંગલ ડીજીટમાં, જાણો આજનું તાપમાન - Meteorological Department in Gujarat

ગુજરાતમાં જાન્યુઆરીના (Gujarat Weather Report )બીજા પખવાડિયાથી વાતાવરણમાં ઘણો ઉતાર ચઢાવ રહ્યો છે. કમોસમી વરસાદથી લઈને કોલ્ડ વેવની અસર પણ જોવા મળી હતી. આજે રાજ્યમાં અમુક જિલ્લાઓમાં લઘુતમ(Cold Temperature in Gujarat) તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. લઘુતમ તાપમાનનો પારો નીચે સરકતા ઠંડીનો ઠાર વધ્યો હતો અને ઠંડીના ચમકારાથી લોકો ઠુંઠવાયા હતા તો આજે રાજ્યના જિલ્લાઓમાં 5 ડિગ્રીથી 15 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે.

Gujarat Weather Report: રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, બરોડા જેવા મહાનગરોમાં પારો સિંગલ ડીજીટમાં , જાણો આજનું તાપમાન
Gujarat Weather Report: રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, બરોડા જેવા મહાનગરોમાં પારો સિંગલ ડીજીટમાં , જાણો આજનું તાપમાન

By

Published : Jan 28, 2022, 1:04 PM IST

કચ્છઃગુજરાત રાજ્યમાં જાન્યુઆરી માસના બીજા પખવાડિયાથી વાતાવરણમાં ઘણો ઉતાર ચઢાવ આવ્યો છે. કમોસમી માવઠાથી લઈને કોલ્ડ વેવની અસર પણ જોવા મળી હતી. ત્યારે ફરી આજે રાજ્યમાં અમુક જિલ્લાઓમાં લઘુતમ(Gujarat Weather Today ) તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લાં થોડાંક દિવસથી હવામાન વિભાગની આગાહી મુજબ કોલ્ડ વેવની અસર જોવા મળી હતી. લઘુતમ તાપમાનનો પારો નીચે સરકતા ઠંડીનો ઠાર (Cold Temperature in Gujarat )વધ્યો હતો અને ઠંડીના ચમકારાથી લોકો ઠુંઠવાયા હતા તો આજે રાજ્યના જિલ્લાઓમાં 5 ડિગ્રીથી 15 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે.

ઉત્તર પશ્ચિમના ઠંડા પવનો ફૂંકાતા પારો નીચે સરક્યો

રાજ્યના તમામ જિલ્લાઓમાં છેલ્લાં થોડાંક દિવસોથી ઠંડીનુંપ્રમાણ વધ્યું હતું અને ઠંડા અને સૂકા પવન અનુભવાયા હતા. પરિણામે દિવસભર લોકોને ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી હતી તો ઠેર ઠેર લોકો તાપણી કરતા નજરે પડ્યા હતા. ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ અનેક જિલ્લાઓમાં કોલ્ડ વેવની અસર વર્તાઈ હતી. રાજ્યમાં ઉત્તર પશ્ચિમના ઠંડા પવનો ફૂંકાતા પારો નીચે સરક્યો હતો.

આજે રાજ્યના શિતમથક નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું

હવામાન ખાતા દ્વારા જાહેર (Meteorological Department in Gujara)કરાયેલી વિગતો મુજબ આજે રાજ્યના જિલ્લાઓમાં 5 ડિગ્રીથી 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. તો સૌથી ઓછું તાપમાન રાજ્યના શિતમથક કચ્છના નલિયા ખાતે 5.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને બાકીના જિલ્લાઓમાં ઠંડીનું પ્રમાણ અગાઉ કરતાં પ્રમાણમાં વધ્યું હતું.

આ પણ વાંચોઃRRB NTPC પરિણામમાં ગોટાળાના વિરોધમાં બિહાર બંધ, મહાગઠબંધનનો મળ્યો સહકાર

આજે દિવસભર તમામ જિલ્લાઓમાં ખુલ્લી વાતાવરણ જળવાઈ રહેશે

રાજ્યના મહાનગરો અમદાવાદ, ગાંધીનગર અને બરોડા તેમજ સરહદી જિલ્લા કચ્છમાં લઘુતમ તાપમાનનો પારો સિંગલ ડીજીટમાં નોંધાયો છે તો અન્ય જિલ્લાઓમાં અગાઉના પ્રમાણમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું હતું અને આજે દિવસભર તમામ જિલ્લાઓમાં ખુલ્લી વાતાવરણ જળવાઈ રહેશે.

ગુજરાતના મહાનગરોમાં લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)

જિલ્લા તાપમાન
અમદાવાદ 9.8
ગાંધીનગર 8.0
રાજકોટ 10.8
સુરત 14.6
ભાવનગર 14.2
જૂનાગઢ 11.0
બરોડા 8.4
નલિયા 5.2
ભુજ 9.8
કંડલા 10.5

આ પણ વાંચોઃVibrant MOU 2022 : આર્સેલર મિતલ ગુજરાતમાં કુલ રુપિયા 1.66 લાખ કરોડનું સૂચિત રોકાણ કરશે, જાણો કેટલી રોજગારી સર્જાશે

ABOUT THE AUTHOR

...view details