Gujarat Under Intense Heat: રાજ્યમાં મહતમ તાપમાન 40ને પાર, ભુજ 43.4 ડિગ્રીએ ઉકળ્યું
ગઈકાલ રાજ્યના જિલ્લાઓમાં 3થી 5 ડિગ્રી વધારો નોંધાયો છે. સતત ગરમીનો પારો રાજ્યના મહાનગરોમાં ઉંચો નોંધાઈ રહ્યો છે. આ આજે રાજ્યના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન (Impact of Hitwave in Gujarat) 40 ડિગ્રીને પાર નોંધાયું છે. રાજ્યના શહેરોમાં 36 ડિગ્રીથી 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
Gujarat Under Intense Heat: રાજ્યમાં મહતમ તાપમાન 40ને પાર, ભુજ 43.4 ડિગ્રીએ ઉકળ્યું
By
Published : Apr 7, 2022, 8:24 PM IST
કચ્છ:રાજ્યના તાપમાનમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. મહતમ તાપમાનનો પારો ઉપર ચડ્યો હતો. તેથી રાજ્યમાં દિવસભર હિટ વેવની અસર જોવા મળશે. રાજ્યના શહેરોમાં 36 ડિગ્રીથી 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યના 7 શહેરોમાં 42 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. રાજ્યમાં હવામાન ખાતે હજુ પણ હિટવેવની આગાહી કરી છે. આજે પણ રાજ્યના મહાનગરોમાં તાપમાનનો પારો 36 ડિગ્રી પાર જોવા મળ્યો હતો. ગુજરાતના હવામાનમાં અગાઉની સરખામણીએ નોંધપાત્ર વધારો નોંધાયો છે. હવામાન વિભાગની માહિતી મુજબ રાજ્યના જિલ્લાઓમાં 3થી 5 ડિગ્રી વધારો નોંધાયો છે.
ભારે તાપના કારણે બફારો અનુભવાશે -રાજ્યમાં ભારે તાપ લાગતા લોકો બપોરના સમયે ઘરેમાંથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે તો શરીરમાં ઠંડક જાળવી રાખવા(Maintaining coolness in the body) માટે શેરડી, નારિયેળ તથા લીંબુનો જ્યુસ પીતાં હોવા મળી રહ્યા છે.હજી પણ ગરમ પવનો ફૂંકાશે અને ચામડી દઝાડે તેવી ગરમી પડશે અને કાળઝાળ ગરમીના પ્રકોપથી ભારે બફારો પણ અનુભવાશે.જેથી કરીને લોકોએ હળવા કોટનના વસ્ત્રો(Cotton wear) પહેરવા જરૂરી છે.
આવતીકાલે આ શહેરોમાં હિટવેવની અસર વર્તાશે -રાજ્યના ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, તેમજ કચ્છના પાટનગર ભુજ, કંડલા અને નલિયા ખાતે ગરમીનું અસર અન્ય શહેરોની સરખામણીએ વધારે વર્તાશે.આ શહેરોમાં આગામી 3 દિવસ સુધી હિટવેવની અસર વર્તાશે.ગરમ પવનો ફૂંકાશે(Hot winds will blow) તેમજ લૂ પણ લાગશે જેથી કરીને જો જરૂર ન જણાય તો ઘરથી બહાર નીકળવાનું ટાળવું.
રાજ્યના શહેરોમાં મહતમ તાપમાન 36થી 44 ડિગ્રી નોંધાયું -રાજ્યમાં નોંધાયેલ મહતમ તપામાનના આંકડા મુજબ રાજ્યમાં સૌથી વધારે મહતમ તાપમાન ભુજમાં 43.4, ડિગ્રી, અમદાવાદમાં 43.2 ડિગ્રી, અને ગાંધીનગરમાં 43.0 ડિગ્રી, રાજકોટમાં 43.1 ડિગ્રી, બરોડામાં 42.1 ડિગ્રી,ભાવનગરમાં 43.0 ડિગ્રી, નલિયામાં 36.8 ડિગ્રી, જૂનાગઢમાં43.4 ડિગ્રી, કંડલામાં 38.5 ડિગ્રી તો સુરતમાં 39.1 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયું છે.