ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છ પાણી પાણી : ડેમોમાં નવા નીરના વધામણા, VIDEO - કચ્છમાં ડેમો

કચ્છ જુલાઈ મહિનાના પ્રારંભથી જ મેઘરાજાએ (Rain in Kutch) કચ્છ પર મહેર વરસાવતા જિલ્લાને જળ તરબોળ કરી મૂક્યો છે. એક સપ્તાહથી જિલ્લામાં 1 થી 13 ઈંચ વરસાદ વરસતા કેટલાક વિસ્તારો ખાસ કરીને કાંઠાળ પટ્ટીના (Gujarat Rain Update) ગામો અતિવૃષ્ટિના ઉંબરે આવીને ઊભા છે.

કચ્છના કેટલાક ડેમો નવા નીરથી છલોછલ છલકાતા ચારેય દિશામાં ફેલાવ્યો ઉત્સવ
કચ્છના કેટલાક ડેમો નવા નીરથી છલોછલ છલકાતા ચારેય દિશામાં ફેલાવ્યો ઉત્સવ

By

Published : Jul 9, 2022, 1:16 PM IST

કચ્છ :સમગ્ર રાજ્યમાં સારા વરસાદને લઈને ખુશીની લાગણી જોવા મળી રહી છે, ત્યારે કચ્છમાં વરસાદી દેવે જાણ મન મુકીને આર્શીવાદ આપ્યા હોય તેવુ લાગી આવે છે. ગઈકાલે કચ્છના અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકામાં (Rain in Kutch) સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. નખત્રાણા તાલુકાના મધ્યમ સિંચાઇના ડોણ, મીઠી, કનકાવતી, સાનધ્રો, બેરાચિયા અને જંગડીયા ડેમ ઓગની જતાં લોકોમાં આનંદ ફેલાયો હતો. સરહદી તાલુકો લખપત વરસાદમાં (Gujarat Rain Update) કાયમ પાછળ રહેતો હોય છે. તો છેલ્લા 24 કલાકમાં 13 ઇંચ જેટલા ભારે વરસાદથી સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું.

કચ્છના કેટલાક ડેમો નવા નીરથી છલોછલ

જિલ્લામાં વરસાદ -પશ્ચિમ કચ્છના અબડાસા તાલુકામાં 3 ઇંચ, નખત્રાણામાં 7, માંડવીમાં 4, ભુજમાં 2, મુંદરામાં 4, લખપતમાં 11 ઇંચ તો અંજાર અને ગાંધીધામમાં 1.5 થી 2 અને રાપર અને ભચાઉમાં ઝાપટાંએ મહેર વરસાવી છે. સચરાચર વરસાદના પગલે અબડાસાનો મીઠી ડેમ છલકાઇ જવા સાથે અન્ય ડેમોમાં મબલખ જળરાશિ ઠલવાઇ હતી. રાત્રે અબડાસાનો મધ્યમ સિંચાઈનો કનકાવતી પણ છલકાવાના આરે પહોંચતા હેઠા વાસના ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.

માંડવીનો રૂકમાવતી' કોઝ-વે તૂટી પડ્યો -માંડવી તાલુકાનો ડોણ ડેમ પણ છલકાયો છે. અનેક ગ્રામ્ય તળાવો ઓગની જતાં તેના ઉમંગભેર વધામણાં કરાયાં હતાં. ભારે વરસાદનાં પગલે મસ્કા ગામે નદીનાં વહેણમાં તણાતાં મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. માંડવીનો (Moonsoon Gujarat 2022) રૂકમાવતી' કોઝ-વે તૂટી પડવા સાથે કોઠારાનાં તળાવમાં ગાબડુ પડતાં મોટાપાયે પાણીનો વેડફાટ થયો હતો. હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી જારી રાખતાં તંત્રને એલર્ટ મોડમાં રાખવામાં આવ્યું છે. ડેમો-તળાવો ઓવરફ્લો થવાની સંભાવના જોતાલોકોને તેની નજીક ન જવા માટે કડક સૂચના પણ આપવામાં આવી છે.

આ પણ વાંચો :રાજ્યમાં ભારે વરસાદથી વિવિધ જિલ્લાની નદીઓ થઈ ગાંડીતુર, જુઓ ક્યાં કેટલો વરસાદ

નદી-નાળામાં નવા નીર -ભારે વરસાદની આગાહી વચ્ચે પશ્ચિમ કચ્છમાં નખત્રાણા સહિત મેઘરાજાની શુકનવંતી પધરામણી થતાં લોકો આનંદથી ઝૂમી ઉઠ્યા હતા. નખત્રાણા સહિત સમગ્ર તાલુકામાં એકધારા સાંજથી ધીમીધારે, ક્યારેય ભારે ઝાપટાંથી આખી રાત વરસેલા વરસાદે આઠ ઇંચ જેટલો વરસાદ વરસાવ્યો હતો. સમગ્ર પશ્ચિમ કચ્છમાં જોશભેર પાણી વહી રહ્યાં છે. નાના-મોટા ચેકડેમ, નદી-નાળાં પાણીથી વહી રહ્યા છે.

લોકોમાં ખુશીની લાગણી -નખત્રાણા તાલુકાના મંજલ-તરા, લાખાડી, વિભાકર, વેસલપર, સાંયરા, મંગવાણા, રોહા, રોહા કોટડા, આણંદસર, મોસુણા, નારાણપર- રોહા, ફોટામહાદેવ વિસ્તાર, રામપર, બેરૂ, પિયોણી, જાડાઈ, વ્યાર, નાના અંગિયા, ધાવડા, દેવપર યક્ષ, વિથોણમાં વરસાદ ચાલુ છે. તાલુકાના કોટડા જ., મથલ, જડોદર, ઉખેડા, નાના મોટા કાદિયા, ટોડિયા, ખોંભડી, રસલિયા, નેત્રા, રવાપર, ખીરસરા, ઘડાની, વાલ્કા, પાનેલી, ઉગેડી, મોરાય, ઉગેડી-વિગોડી, રતડિયા પંથકમાં આ વરસાદથી લોકોમાં ખુશીની લાગણી સાથે મેઘરાજા મન મૂકીને વરસતાં સમગ્ર નખત્રાણા તાલુકા સહિત પશ્ચિમ કચ્છનો બેડો પાર થઇ ગયો છે.

આ પણ વાંચો :Rain in Surat : સુરતમાં ધોધમાર વરસાદને લઈને નદીઓ બની ગાંડીતુર

મગફળી- કપાસના વાવેતરને ખૂબ જ ફાયદો થશે -આ વરસાદથી પિયત ખેતીમાં મગફળી - કપાસના વાવેતરને ખૂબ જ ફાયદો થશે. ત્યારબાદ એરંડાનાં ધૂમ વાવેતર થશે, તો કપિત ખેતીમાં મગ, ગવાર, જુવારનું વાવેતર જોશભેર થશે. તો સાથે આ વરસાદ ખેડૂતો માટે કાચા સોનાં (Gujarat Weather Prediction) જેવો સાબિત થશે. તો સાથે પુષ્કળ પ્રમાણમાં વરસાદનુંપાણી ભૂગર્ભમાં ઊતરતાં શિયાળે' કૂવા મોરસે તેવું ખેડૂત અગ્રણીએ જણાવ્યું હતું.

હાઈવે રસ્તા બેટમાં ફેરવાયા -નખત્રાણા તાલુકાના વિસ્તાર થાન જાગીર, ભીમ સર, રતામીયા, જાલુ, કાદિયા, ટોડિયા, ખોંભડી, યક્ષ, પલીવાડ, મંગવાણા, માધાપર, બીરુ, મોસુણા, રામપર (રોહા) સમગ્ર વિસ્તારમાં પથી 6 ઇંચ વરસાદે ન્યાલ કરતાં લોકોમાં ખુશીની લહેર ફરી વળી છે. ધીણોધર પૂર્વ તરફનાં ગામ ગોધિયાર, વંગ, ડાડોરમાં પણ સમાંતર મેઘમહેર વરસી છે, જ્યારે' સાંગનારા ગામના પાદરની ભૂખી નદી જોશભેર વહી હતી. મંગવાણા વિસ્તારના અનેક ગામોમાં વરસાદ પડતાં ચેકડેમ -તળાવ ઓગની ગયા હતા. મંગવાણા હાઇવે ચાર રસ્તા બેટમાં ફેરવાયા જેવી સ્થિતિ ઊભી થઈ હતી. રોડ ઉપર ટ્રાફિક જમાવડો જામ્યો હતો, ત્યારે પોલીસ જવાનો તેમજ ટીઆરબીના જવાનોએ બંદોબસ્ત જાળવ્યો હતો તેમજ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ જવાનો તેમજ ટીઆરબીના જવાનોએ' આ ધગધગતા પ્રવાહમાં અંદર ખડેપગે રહીને પોતાની ડયૂટી નિભાવી હતી.

ડિઝાસ્ટરને લગતી ઘટના -મોસમ વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી અપાયેલી હોઈ તેની તકેદારી રૂપે વિવિધ સૂચનો અપાયા હતા. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના સંજોગોમાં' શેલ્ટર હોમ, પીવાનું પાણી, ભોજન, શૌચાલય, લાઇટ' વગેરેની વ્યવસ્થા કરવા પાલરધુના ધોધ (Demo in Kutch) અને કડિયા ધ્રો પ્રવાસન સ્થળે હોનારત નિવારણ માટે પ્રવાસીઓ મુલાકાત ન લે તેની વ્યવસ્થા ગોઠવવા તથા માનવ મૃત્યુ, પશુ મૃત્યુ કે ડિઝાસ્ટરને લગતી ઘટના બને તો તાત્કાલિક ટીડીઓ, મામલતદારના ધ્યાન દોરવા માટે જણાવવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details