સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું. કે ભુજ મુંબઈ ભુજ વચ્ચે બે એરલાઈન્સ સાથે વાટાઘાટ થયા મુજબ તેઓના સકારાત્મક અભિગમ બતાવતાં GVK મુંબઈ અને ભુજ એરપોર્ટ મધ્યે સ્લોટ ફાળવવા પત્ર વ્યવહાર કરવામાં આવેલ છે, જે બાબતે ગુજરાત સરકાર પણ દરખાસ્ત કરે માટે ઉડ્યનપ્રધાન પાસે લેખિત-મૌખિક રજૂઆત કરેલ છે.
કચ્છના આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં ગુજરાત સરકાર પણ દરખાસ્ત કરશે, સાંસદે કરી માગ - kutch news
કચ્છઃ ભુજ મુંબઈ વચ્ચે વિમાની સેવા માટે તથા ભુજની આસપાસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવા ગુજરાતના ઉડ્યન પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા પાસે ગુજરાત સરકાર અને ગુજરાત ઉડ્યન મંત્રાલય તરફથી GVK મુંબઈ વિમાની સેવા માટે સ્લોટ ફાળવવા તથા ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવા કેન્દ્ર સરકારમાં દરખાસ્ત ફાળવવા કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ ભારપૂર્વક લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી.
કચ્છમાં હાલે સુવિધાજનક એરપોર્ટ છે. પરંતુ આંતર રાષ્ટ્રીય એરપોર્ટ નથી ભુજ અથવા આસપાસના વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવું એ સમયોચિત માગ છે. કચ્છમાં રહેતા લોકોથી પણ વધુ બ્રહ્દ કચ્છીઓ ધંધા રોજગાર માટે આફ્રિકા. યુરોપ. દુબઈ. મસ્કત. યુ.ક.ઓસ્ટ્રેલીયા અને વિશ્વના વિવિધ દેશોમાં રહે છે. જેમના પારિવારીક,સાંસ્કૃતિક,સામાજીક સંબંધો કચ્છ સાથે જોડાયેલ છે.
કચ્છ વિશ્વ સ્તરે પ્રવાસધામ છે, બે મહાબંદર વિપુલ ખનીજ ભંડારો અને ભૂકંપ બાદ નવસર્જીત કચ્છ વિકાસશીલ જીલ્લો બનતા અનગીનત ઇન્ડસ્ટ્રીઝોનો વિકાસ થયેલ છે. તેવા સંજોગોમાં ભુજ નજીક ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવા ગુજરાત સરકાર ઉડ્યન મંત્રાલય દરખાસ્ત મોકલે તેવી રજૂઆત કરેલ છે.