કચ્છરાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને (Gujarat Election 2022) ગણતરીના દિવસો બાકી છે. ચૂંટણી પહેલા રાજકીય પક્ષોના નેતાઓ વિશેની માહિતી જાણવામાં લોકોને વધુ રસ હોય છે. તેમના વિસ્તારના ઉમેદવાર પાસે કેટલી સંપત્તિ છે. તેની પર કેટલા ક્રિમિનલ કેસ (Kutch Assembly Seats Candidates Criminal Cases) છે. તેમ જ તેમણે કરેલા કામો ઉપર સૌ નજર રાખતા હોય છે. ત્યારે આજે આપણે જાણીશું કચ્છની વિધાનસભા બેઠકોના (Kutch Assembly Seats) ઉમેદવારો પર કેટલા ક્રિમિનલ કેસ છે તે અંગે વિસ્તૃતમાં.
અબડાસા બેઠકગુજરાત વિધાનસભાની 1 નંબરની બેઠક અબડાસા બેઠકની (Abdasa Assembly Constituency) વાત કરવામાં આવે તો ભાજપમાંથી પ્રદ્યુમનસિંહ જાડેજા (Pradyumansinh Jadeja BJP candidate for Abdasa), કૉંગ્રેસમાંથી મામદ જંગ જત અને આમ આદમી પાર્ટીમાંથી વસંત ખેતાણી આ વખતે મેદાને છે. તેમાં સૌથી વધુ સંપતિ ધરાવતા ઉમેદવાર ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા છે. ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા પાસે કુલ સંપતિ 1,30,23,912 રૂપિયા છે. તેમની પર 1 ક્રિમીનલ કેસ છે. તેમની પાસે 12,75,000 રૂપિયા હાથ પર રોકડ છે. જ્યારે કુલ 19,53,318 રૂપિયા તેમનું કુલ બેન્ક બેલેન્સ છે. તેમની પાસે 3,65,000 રૂપિયાના વાહનો, 10,35,594 રૂપિયાનો વીમો, 26,50,000 રૂપિયાની જ્વેલરી અને 57,45,000 રૂપિયાની જમીન છે.
કૉંગ્રેસ ઉમેદવારની વિગત આ જ બેઠક પરથી કૉંગી ઉમેદવાર મામદ જુંગ જાટની (Mamadbhai Jung Jat Congress candidate for Abdasa) કુલ એફિડેવિટ પ્રમાણે 10,47,899ની સંપતિ છે. તેમના પર કોઈ ક્રિમીનલ કેસ નથી. તેમની પાસે હાથ પર રોકડ 65,000 રૂપિયા, કુલ બેન્ક બેલેન્સ 3,22,899 રૂપિયા છે. જ્યારે 60,000 રૂપિયાની જ્વેલરી, 6,00,000 રૂપિયાની જમીન છે.
આપના ઉમેદવારAAPના વસંત ખેતાણીની (Vasant Khetani AAP candidate for Abdasa) એફિડેવિટ પ્રમાણે 35,00,000 રૂપિયાની સંપતિ છે. તેમના પર 1 ક્રિમિનલ કેસ (Kutch Assembly Seats Candidates Criminal Cases) છે. હાથ પર રોકડ 35,000 રૂપિયા, કુલ બેન્ક બેલેન્સ: 12,778 રૂપિયા, જ્વેલરી: 3,20,000 રૂપિયા અને 32,00,000 રૂપિયાની જમીન છે.
માંડવી બેઠક પર ભાજપના ઉમેદવારની વિગતગુજરાત વિધાનસભાની 2 નંબરની બેઠક માંડવી વિધાનસભા બેઠકની (Mandavi Assembly Constituency) વાત કરવામાં આવે તો ભાજપમાંથી અનિરુદ્ધ દવે, કૉંગ્રેસમાંથી રાજેન્દ્રસિંહ જાડેજા અને આમ આદમી પાર્ટીમાંથી સીએ કૈલાશભાઈ ગઢવી મેદાને છે. સૌથી વધુ સંપતિ ધરાવતા ઉમેદવાર આમ આદમી પાર્ટીના સીએ કૈલાશભાઈ ગઢવી છે.
AAPની વિગતઆમ આદમી પાર્ટીના ઉમેદવાર કૈલાસ ગઢવીની કુલ સંપતિ એફિડેવિટ પ્રમાણે 10,61,05,600ની છે.તેમના પર કોઈ ક્રિમિનલ કેસ નથી.
હાથ પર રોકડ: 83,431, કુલ બેંક બેલેન્સ: 4,28,657, બોન્ડ: 25,86,821, વાહનો: 66,49,293, ફિક્સ ડિપોઝિટ: 2,76,73,324, જ્વેલરી: 34,45,987, જમીન:5,97,48,087.
ભાજપની વિગતભાજપના ઉમેદવાર અનિરુદ્ધ દવેની એફિડેવિટ પ્રમાણે કુલ 9,06,96,941 સંપતિ છે.તેમના પર કોઈ ક્રિમીનલ કેસ નથી. હાથ પર રોકડ:4,90,000, કુલ બેંક બેલેન્સ:3,37,46,496, બોન્ડ: 1,83,13,700, વાહનો: 18,35,000, વીમો: 7,37,745, જ્વેલરી: 23,00,000, જમીન:3,32,74,000.
કૉંગ્રેસની વિગતકોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ જાડેજાની કુલ સંપતિ એફિડેવિટ પ્રમાણે 3,68,67,030ની છે.તેમના પર કોઈ ક્રિમીનલ કેસ નથી. હાથ પર રોકડ: 6,31,390, કુલ બેંક બેલેન્સ:78,72,978, વાહનો: 1,32,62,662, વીમો: 5,00,000, જ્વેલરી: 58,00,000, જમીન:88,00,000ય
ભુજ બેઠકની વિગતગુજરાત વિધાનસભાની 3 નંબરની બેઠક ભુજ વિધાનસભા બેઠકની (Bhuj Assembly Constituency) વાત કરવામાં આવે તો, અહીં ભાજપમાંથી કેશુભાઈ પટેલ, કૉંગ્રેસમાંથી અરજણભાઈ ભૂડિયા અને આમ આદમી પાર્ટીમાં રાજેશ પિંડોરિયાને ટિકિટ આપવામાં આવી છે.જેમાં સૌથી વધારે સંપતિ ભાજપના ઉમેદવાર કેશુભાઈ પટેલ પાસે છે.જેમની સંપતિ 6,33,92,215 છે.
ભાજપની વિગતભાજપના ઉમેદવાર કેશુભાઈ પટેલની કુલ સંપત્તિ એફિડેવિટ પ્રમાણે 6,33,92,215ની છે અને તેમના પર કોઈ ક્રિમીનલ કેસ નથી. હાથ પર રોકડ:7,56,000, કુલ બેંક બેલેન્સ:2,72,715, વાહનો: 17,90,000, જ્વેલરી: 33,12,500, હકકના દાવા: 5,61,000, જમીન:5,67,00,000.
કૉંગ્રેસની વિગત કોંગ્રેસના ઉમેદવાર અરજણભાઇ ભૂડિયાની કુલ સંપત્તિ એફિડેવિટ પ્રમાણે 2,50,64,918ની છે અને તેમના પર કોઈ ક્રિમીનલ કેસ નથી. હાથ પર રોકડ:1,73,518, વાહનો: 6,72,098, જ્વેલરી: 6,29,100, જમીન:2,31,00,000, વીમો:68,265, ફિક્સ ડિપોઝિટ:3,21,837, બોન્ડ:100, મળવાપાત્ર રકમ: 1,00,000ય
AAPની વિગતઆમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેશ પિંડોરિયાની કુલ સંપત્તિ એફિડેવિટ પ્રમાણે 61,38,779.29ની છે અને તેમના પર કોઈ ક્રિમીનલ કેસ નથી. હાથ પર રોકડ:59,000, બેંક બેલેન્સ: 6,56,420.29, વાહનો: 21,45,000, જ્વેલરી: 3,40,000, જમીન:28,75,000, વીમો: 56,623, મળવાપાત્ર રકમ: 6666.70.