ભૂજ: બોર્ડર સિક્યુરિટી ફોર્સ ગુજરાત ફ્રન્ટીયરના ઈન્સ્પેક્ટર જનરલ IAS અભિષેક પાઠક હોદ્દો સંભાળતાની સાથે જ દેશની સરહદી સુરક્ષાને લઈને અનેક વિસ્તારની સમીક્ષા મુલાકાત કરી રહ્યાં છે, ત્યારે હાલમાં જ તેઓ કચ્છ અને બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવ્યાં હતાં. જયાં તેમણે
BSFના IG અભિષેક પાઠકે કરી કચ્છની સમીક્ષા: બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ગુજરાત ફ્રન્ટીયરના ઈન્સ્પેક્ટર જનરલ IAS અભિષેક પાઠક 22 નવેમ્બર થી 24 નવેમ્બર 2023 દરમિયાન કચ્છના રણમાં આંતરરાષ્ટ્રીય સરહદની મુલાકાત આવ્યાં હતાં. આ મુલાકાત દરમિયાન તેમણે સીમા સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ક્ષેત્રીય એકમોની કાર્યકારી તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું અને સુરક્ષા માળખાને મજબૂત કરવાના હેતુથી ચાલી રહેલી બાંધકામ પ્રવૃત્તિઓની પણ સમીક્ષા કરી હતી.
જવાનોને પ્રોત્સાહિત કર્યા: ગુજરાત BSFના IG આભિષેક પાઠકે “સીમા દર્શન નડાબેટ” ખાતે ઉપલબ્ધ સુવિધાઓની પણ સમીક્ષા કરી હતી. જ્યારે સૈનિક સંમેલનમાં સૈનિકોને સંબોધતા, તેમણે દેશની સરહદોની સુરક્ષા માટે તેમના અતૂટ સમર્પણ અને અનુકરણીય પ્રતિબદ્ધતા માટે તેમની ભારોભાર પ્રશંસા કરી હતી, સાથે જ તેમણે વ્યાવસાયિકતા અને શિસ્તના ઉચ્ચ ધોરણો જાળવવા જવાનોને પ્રોત્સાહિત કર્યા હતા.
ઈન્સ્પેક્ટર જનરલ બોર્ડર સિક્યુરિટી ફોર્સ ગુજરાતે ભુજ બોર્ડર રેન્જના ઈન્સ્પેક્ટર જનરલ જે.આર. મોથાલિયા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાથે મહત્વપૂર્ણ સરહદ સુરક્ષા પાસાઓ અને અન્ય સંકલન પગલાં પર વિસ્તૃત ચર્ચા પણ કરી હતી. મહત્વપૂર્ણ છે કે, કચ્છની સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી છે અહીંથી ઘણી વખત ઘુષણખોરીની ઘટનાઓ સામે આવી ચુકી છે.
- New BSF Gujarat IG Kutchh Visit: BSF ગુજરાત ફ્રન્ટિયરના આઇજી અભિષેક પાઠકે લીધી કચ્છ સરહદની મુલાકાત, જવાનોનો વધાર્યો જોશ
- Diwali 2023 : ભુજના બીએસએફ હેડ ક્વાર્ટર પર જવાનોને મીઠાઇનું વિતરણ કરી દીપોત્સવની ઉજવણી