ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છના હરામીનાળામાંથી 2 ઘુસણખોર પકડાયા, સર્ચ ઓપરેશન શરૂ - હરામીનાળામાંથી 2 પાકિસ્તાની ઘુસણખોર પકડાયા

ભૂજ/કચ્છઃ હરામીનાળામાંથી 2 પાકિસ્તાની ઘુસણખોર પકડાયા છે. પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી કરતા માછીમારી બોટ સાથે બીએસએફની ટીમે 2 પાકિસ્તાની ઘુસણખોરને ઝડપી પાડ્યા હતાં. હાલમાં આસપાસની ક્રિકોમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવાયું છે.

કચ્છના હરામીનાળામાંથી 2 ઘુસણખોર પકડાયા, સર્ચ ઓપરેશન શરૂ

By

Published : Oct 22, 2019, 9:03 AM IST

Updated : Oct 22, 2019, 1:02 PM IST

આ ઘટના ત્યારે બની જ્યારે BSFની ટીમ હરામીનાળા પાસે પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન લાકટાથી બનેલી પાકિસ્તાની બોટ સાથે 2 માછીમારોને પેટ્રોલિંગની ટીમે ઝડપી પાડ્યા હતા.આ ઘટના બાદ ક્રિકોમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવાયું છે.

કચ્છના હરામીનાળામાંથી 2 ઘુસણખોર પકડાયા, સર્ચ ઓપરેશન શરૂ


ભારત અને પાકિસ્તાન વચ્ચેની દરિયાઈ સીમા હરામીનાળા પાસેથી BSFની ટીમે બે પાકિસ્તાની ઘુસણખોરને પકડી પાડયા છે.સામાન્ય માછીમારીના સાધનો અને બોટ સાથે ઝડપાયેલા બન્ને નાપાક શખ્સોની પુછપરછ ચાલી રહી છે.બીજીતરફ આ જ વિસ્તારમાં ઘુસણખોરીની ધ્યાને રાખીને પેટ્રોલિગં વધારવા સાથે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

BSFના સત્તાવાર સુત્રઓ જણાવ્યું હતું કે, સીમા સુરક્ષા દળની વિવિધ ટીમો હરામીનાળા અને ક્રિક વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી રહયું છે. આ વચ્ચે ગઈકાલે ઘુસણખોરી માટે જાણીતા હરામીનાળા વિસ્તારમાં બોર્ડર પીલર 1170 નજીકથી પાકિસ્તાની ઘુસણખોરને પકડી લેવાયા છે.લાકડાની એક એન્જિન ધરાવતી માછીમારી બોટ સાથે બે પાકિસ્તાની માછીમારોને સાંજે પ.10 વાગ્યે ઝડપી લેવામાં સીમાદળની પેટ્રોલિંગ પાર્ટીને સફળતા સાંપડી હતી. ઝડપાયેલા બન્ને ઘૂસણખોર હમઝા અને અહેમદ સિંધના જત્તી બંદરના રહેવાસી હોવાની પ્રાથમિક વિગતો સાંપડી રહી છે.

વર્તુળોના જણાવ્યા મુજબ જે બોટ પકડાઇ છે તેની હાલત જોતા તે ખરા અર્થમાં માછીમારી માટેની હોવાનું સ્પષ્ટ રીતે જણાઇ આવે છે. જો કે તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા આ ઘૂસણખોર માછીમારોને ભૂજના જોઇન્ટ ઇન્ટરોગેશન સેન્ટરમાં પૂછપરછ કરાશે.હાલ સીમાદળે આ સફળતા બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હોવાનું પણ વર્તુળોએ જણાવ્યું હતું.

નોંધનીય છે કે, થોડા દિવસોમાં આ ત્રીજી ઘુસણખોરની ઘટના સામે આવી છે. જોતે તેમાં બિનાવારસુ નાપાક બોટ પકડાય છે લાંબા સમય પછી ઘુસણખોરને પણ સાથે ઝડપી લેવાયા છે.ભારત અને પાકિસ્તાન વચ્ચેના સરહદી સંબંધોને ધ્યાને રાખતા મહત્વપુર્ણ કચ્છ સરહદે BSF દ્વારા સતત ચોકસાઈ રખાઈ રહી છે. આ ઉપરાંત આંતરિક સુક્ષાને ધ્યાને રાખીને સીમા દળની ખાસ જી બ્રાન્ચ પણ સતત તમામ બાબતો પર નજર રાખી રહી છે.

Last Updated : Oct 22, 2019, 1:02 PM IST

ABOUT THE AUTHOR

...view details