કચ્છગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે, ત્યારે તમામ રાજકીય પક્ષો પોત પોતાની રીતે પ્રજાને રીઝવવા માટે પ્રયત્નો કરી રહી છે. નેતાઓ જુદાં જુદાં વચનો અને વાયદાઓ કરી રહ્યા છે, ત્યારે દર (Water problem in Kutch Banni) વર્ષે કચ્છની વિધાનસભા બેઠકો માટે જે સમસ્યા ચૂંટણી માટે પ્રશ્ન બનતો હોય છે. તેવો પીવાના પાણીનો પ્રશ્ન કચ્છના સરહદી વિસ્તારમાં હજુ પણ જોવા મળી રહ્યો છે. (gujarat assembly elections 2022)
સરહદી વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા એવીને એવી જ સૂકા મલકમાં પાણીનો અભાવ કચ્છના વિસ્તારના છેવાડાના સૂકા મલક અને કેટલાક વિસ્તારોને બાદ કરતાં પાણીના સ્થાનિક સોર્સનો અભાવ સામે આવ્યો છે. કચ્છના બન્ની વિસ્તારમાં લાંબા સમયથી પીવાના પાણીની પળોજણનો સામનો લોકો કરી રહ્યા છે. બન્ની વિસ્તારના લોકો પીવાના પાણી માટે તરફડિયા (Water problem in Banni Kutch) મારવા પડતા હોય છે. બન્ની વિસ્તારની મહિલાઓ બેડાઓ લઈને દૂર દૂર સુધી પાણી માટે ભટકવું પડે તેવી સ્થિતિ ઊભી થાય છે. સરહદી બન્ની વિસ્તારના અમુક ગામડાઓમાં ખાસ કરીને વાંઢમાં હાલત બહુ ખરાબ છે અને લોકો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે. પાણી માટે લોકોને હિજરત કરવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે. (kutch news)
બેડાઓ લઈને દૂરદૂર સુધી પાણી માટે ભટકવું પડે લોકો પાણી માટે ભારે સંઘર્ષ સરહદી કચ્છ જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની રહી છે. જેમાં કચ્છના પાટનગર ભુજ વિધાનસભા બેઠકમાં જે વિસ્તારનો સમાવેશ થાય છે. તેવા સરહદી વિસ્તાર બન્ની વિસ્તાર પશુપાલન વ્યવસાય માટે જાણીતો છે. તેમાં આસપાસના ગામમાં પાણીની સમસ્યા છેલ્લા અનેક વર્ષોથી સર્જાય છે. ગામના લોકો પાણી માટે ભારે સંઘર્ષ કરી રહ્યાં છે. (Kutch border Water problem)
પાણીની સમસ્યા ઊભી થતાં માલધારીઓ ચિંતીતમહિલાઓ ગામના સીમાડે બનાવેલા કુવામાંથી પાણી ભરીને તરસ છીપાવી રહી છે. દર વર્ષે ઉનાળામાં કચ્છ જિલ્લામાં પાણીનો પોકાર ઉઠે છે. જેમાં પશુધન માટે જાણીતા બન્ની પંથકમાં અત્યારથી પાણીની સમસ્યા વિકટ બની છે. ભગાડીયા, નાના સરાડા, શેરવો જેવા અનેક ગામો કે જ્યાં લોકોની વસ્તી કરતા પશુધન વધારે છે અને ગામોનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે. આવા ગામોમાં અત્યારથી જ ઘાસ અને પાણીની સમસ્યા ઊભી થતાં માલધારીઓ ચિંતીત બન્યા છે. ગામની મહિલાઓ ગામના સીમાડે બનાવેલા નેસ અને કુવામાંથી પાણી ભરીને તરસ છીપાવી રહી છે. ધોમધમતા આકરા તાપમાં મહિલાઓ પાણી માટે રઝળપાટ કરી રહી છે. તો પાણી પણ ખૂબ દૂષિત મળી રહ્યું છે. (Kutch Assembly Candidate)
ભુજ વિધાનસભાના મતદારોકચ્છની ભુજ વિધાનસભા બેઠકમાં 1,47,483 પુરુષ, 1,43,468 મહિલા, અન્ય 1ની સંખ્યા સહિત કુલ 2,90,992 મતદારો નોંધાયા છે. પાટીદાર, દલિત અને મુસ્લિમોની વસ્તી વધારે છે. આ ઉપરાંત લોહાણા, જૈન તેમજ બ્રાહ્મણ જ્ઞાતિના લોકો પણ જોવા મળે છે. અહીં 51 ટકા પુરુષો છે અને 49 ટકા મહિલાઓ છે. અહીં શિક્ષણનું પ્રમાણ 87 ટકા જેટલું છે. જેમાં પુરુષો અને મહિલાઓનું શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 91 ટકા અને 82 ટકા છે. (water problem in kutch)
ચૂંટણીમાં ખોટા વાયદાઓપાણીની સમસ્યા અંગે ETV Bharat સાથેની ટેલીફોનીક વાતચીત દરમિયાન નાના સરાડાના સરપંચ ફકિરમા મદે જણાવ્યું હતું કે, ઉનાળામાં જેવી પરિસ્થિતિ હતી, તેવી જ પરિસ્થિતિ હાલ છે. લોકોને પશુના અવાડામાથી દૂષિત પાણી પીવાનો સમય આવ્યો છે. બન્ની વિસ્તારના પશુ અને માનવીઓ પાણી માટે લાચાર છે. ધારાસભ્ય, કલેકટરને અનેક વાર રજૂઆત કરવામાં આવી છે. છતાં પણ પાણીની સમસ્યા દૂર થતી નથી. ચુંટણી સમયે નેતાઓ અહીં મત માંગવા આવે છે અનેફોટો પડાવી વાયદાઓઆપી ચાલ્યા જાય છે. હવે પાછી ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે ફરી મત માંગવા આવશે અને વાયદાઓ કરશે. પરંતુ અનેક ધારાસભ્યો બદલાઈ ગયા બાદ પણ પાણીની સમસ્યા દૂર થતી નથી.(Water problem in Banni)
કુવામાંથી પાણી ભરીને તરસ છીપાવે પાણીની ચોરી વધુમાં તેમણે જણાવ્યું હતું કે, લોકોને પાણી ન મળવા પાછળ બીજું કારણ એ છે કે અહીં પાણીની લાઇનો આવે છે. પરંતુ ભુજથી ભીરંડીયારા થઈ નાની પધ્ધર ગામે પાણી પહોંચે છે. પણ રસ્તામાં 10થી 12 સ્થળોએ પાણીની મુખ્ય લાઈનમાંથી વાલ્વ ખોલી પાણીની ચોરી કરવામાં આવી રહી છે. જેથી કરીને છેવાડા સુધી પાણી પહોંચવા દેવાતું નથી અને પરિણામે એને એ જ મુશ્કેલી સર્જાય છે. વહીવટી તંત્રને આ પાણીની થતી ચોરી અટકાવવા ખાસ રજૂઆત પણ કરવામાં આવી છે. (Gujarat Assembly Election 2022)