ગુજરાત

gujarat

ETV Bharat / state

ચૂંટણી પ્રચારઃ વજુ વાળાએ કહ્યું, 150 સીટથી ઓછી સીટ નહીં હોય આ વખતે - Vaju Wala in Rapar sabha

ચૂંટણીને લઈને કચ્છમાં નિમાયેલા સ્ટાર પ્રચારકો (Kutch BJP campaign) ઉમેદવારોના સમર્થનમાં સભાઓ સંબોધી રહ્યા છે. મધ્યપ્રદેશ, આસામના મુખ્યપ્રધાન બાદ ભાજપના દિગ્ગજ નેતા વજુ વાળા પ્રચારકની ભૂમિકામાં જોવા મળ્યા હતા. વજુ વાળાએ (Vaju Vala visit Kutch) સભા સંબોધીને કહ્યું કોંગ્રેસ આજે ખતમ થઈ ગઈ છે. (Gujarat Assembly Election 2022)

કચ્છમાં ભાજપના સ્ટાર પ્રચારકોનો રાફડો, વજુ વાળાએ કહ્યું 150 સીટથી ઓછી સીટ નહીં હોય
કચ્છમાં ભાજપના સ્ટાર પ્રચારકોનો રાફડો, વજુ વાળાએ કહ્યું 150 સીટથી ઓછી સીટ નહીં હોય

By

Published : Nov 19, 2022, 10:12 AM IST

Updated : Nov 19, 2022, 12:06 PM IST

કચ્છ :ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે રાજકીય (BJP campaign in Kutch) પક્ષો દ્વારા નિમાયેલા સ્ટાર પ્રચારકો ઉમેદવારોના સમર્થન માટે સભાઓ સંબોધી રહ્યા છે. જેને લઈને મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે અબડાસા ભાજપના ઉમેદવાર માટે મુન્દ્રાના હરીપર અને નખત્રાણા ખાતે સભા યોજી હતી. તો આસામના મુખ્યપ્રધાન ડૉ.હિમંતા શર્માએ અંજાર અને ગાંધીધામ ખાતે ભાજપના ઉમેદવારો માટે સભા યોજી હતી. તો સાંજના ભાગે રાપર તાલુકાના ભીમાસર ખાતે ભાજપના દિગ્ગજ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુ વાળાએ સ્ટાર પ્રચારકોની ભૂમિકામાં જંગી સભા સંબોધીને કહ્યું કોંગ્રેસ આજે ખતમ થઈ ગઈ છે. (Vaju Vala visit Kutch)

રાપર તાલુકાના ભીમાસર ખાતે ભારતીય જનતા પાર્ટીની જંગી સભા યોજાય

કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયારાપર વિધાનસભાના ઉમેદવાર (Rapper Assembly Candidate) વિરેન્દ્રસિંહ જાડેજાના પ્રચાર અર્થે આવેલા કર્ણાટક પૂર્વ રાજ્યપાલના વજુ વાળાની સભા ભીમાસર ખાતે યોજાઈ હતી. આ તકે મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. ભીમાસર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. જેઓને કેસરિયો ખેસ ધારણ કરાવાયો હતો. (Vaju Vala in Rapar sabha)

નર્મદાનું પાણી પહોંચતું કરાશેવજુ વાળાએ જણાવ્યું હતું કે, વિરત્વને વરેલી કચ્છની ભૂમિ છે. પાંચ વર્ષમાં કોંગ્રેસના ઉમેદવાર અહીં દેખાયા નથી. કોરોનામાં જો ઉમેદવાર ન દેખાય તો શરમજનક કહેવાય. ભારતીય જનતા પાર્ટીમાં જે જોડાયા છે તે આવકારવા દાયક છે. કોંગ્રેસ આજે ખતમ થઈ ગઈ છે. વજુ વાળાએ કોંગ્રેસ પર ચાબખા માર્યા હતા. આ ઉપરાંત એવું પણ કહ્યું હતું કે, રાપર તાલુકાના ગામોમાં ટૂંકા સમયમાં નર્મદાનું પાણી પહોંચતું કરાશે. (Kutch BJP campaign)

ભાજપ પ્રજાની સુખાકારી માટેવજુ વાળાએ જણાવ્યું હતું કે, વિરેન્દ્રસિંહ જાડેજાએ ભાજપના ઉમેદવાર છે. ભારતીય જનતા પક્ષના સિદ્ધાંત એટલે રાષ્ટ્રનું રક્ષણ કરવું, રાષ્ટ્રીયતાથી સભર સર્વ લોકોને સુખ સુવિધા માટે કામ કરવું એના માટે થઈને ચૂંટણીમાં ઊભા રહ્યા છે. તેમને શુભેચ્છા આપવા માટે થઈને આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પક્ષ અહીં હંમેશા પ્રજાની સાથે અને પ્રજાની સુખાકારી માટે છે. કચ્છે તો જોયું છે બધું, એટલા માટે થઈને લોકો મોટી સંખ્યામાં આવે છે. વાગડના લોકો તમારી જે કાંઈ જરૂરિયાત છે. એ તમામ જરૂરિયાત અમે પૂર્ણ કરી દેશું. ગુજરાતમાં તો પુષ્કળ સીટો મળશે. અંદાજે 150 સીટથી ઓછી સીટનહીં હોય. (Gujarat Assembly Election 2022)

Last Updated : Nov 19, 2022, 12:06 PM IST

ABOUT THE AUTHOR

...view details