ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છની રાપર વિધાનસભા બેઠક જ્યાં કોંગ્રેસ અડીખમ છે, આગામી ચૂંટણીમાં ભાજપે શક્યતા તપાસવી પડશે - સંતોકબેન આરેઠીયાની બેઠક

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) આવી રહી છે. ત્યારે ETV Bharat આપને ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો વિશે માહિતી આપી રહ્યું છે. જેમાં દરેક બેઠકનું મહત્વ, VIP ઉમેદવાર અને શા કારણે વિધાનસભા બેઠકની ઓળખ છે એવી તમામ માહિતી આપના સુધી પહોંચાડીએ છીએ. આજે જાણો કચ્છની રાપર વિધાનસભા બેઠક ( Rapar Assembly Seat) વિશે.

કચ્છની 6 નંબરની રાપર વિધાનસભા બેઠક જ્યાં કોંગ્રેસ અડીખમ છે, આગામી ચૂંટણીમાં ભાજપે શક્યતા તપાસવી પડશે
કચ્છની 6 નંબરની રાપર વિધાનસભા બેઠક જ્યાં કોંગ્રેસ અડીખમ છે, આગામી ચૂંટણીમાં ભાજપે શક્યતા તપાસવી પડશે

By

Published : Aug 31, 2022, 11:45 PM IST

કચ્છ આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટેની ચૂંટણી યોજાવાની છે ત્યારે અત્યારથી જ તમામ પક્ષો પોતાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને એડીચોટીનું જોર લગાવીને પોતાના પક્ષના ઉમેદવાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવે એવા પ્રયત્નો અત્યારથી જ કરવા લાગ્યા છે.તમામ પક્ષકારો પોતાના પક્ષના રાજકીય નેતાઓના મારફતે વિવિધ જિલ્લાઓમાં પ્રવાસ ગોઠવીને મતદારોને પોતાના પક્ષના ઉમેદવારને મત આપવા રીઝવવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે.

કચ્છ વિધાનસભા બેઠકની ડેમોગ્રાફી સરહદી જિલ્લા કચ્છની વાત કરવામાં આવે તો કચ્છ જિલ્લામાં વિધાનસભા બેઠકની 6 સીટો છે.જેમાં કચ્છના પાટનગર ભુજ, પશ્ચિમ કચ્છના માંડવી-મુંદ્રા, અબડાસા તથા પૂર્વ કચ્છના ગાંધીધામ, અંજાર અને રાપર ખાતે વિધાનસભાની બેઠકો છે.આમ તો વર્ષોથી કચ્છ છે તે ભારતીય જનતા પાર્ટીની ગઢ ગણાય છે.ગુજરાત વિધાનસભાની 6 બેઠકો પર હાલ 5 બેઠકો પરના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે જ્યારે 1 સીટ પર કોંગ્રેસના ધારાસભ્ય છે.આ જે એક સીટ કોંગ્રેસની છે તે રાપર વિધાનસભા બેઠક છે. કચ્છ જિલ્લામાં વિધાનસભાની 6 બેઠક પ્રમાણે છેલ્લી 5/01/2022ની યાદી મુજબ મતદારોની સંખ્યાની વાત કરવામાં આવે રાપર મતવિસ્તારની વિધાનસભા સીટ માટે કુલ 2,43,944 મતદારો છે જે પૈકી 1,28,128 પુરુષ મતદારો છે જ્યારે 1,15,811 મહિલા મતદારો અને 5 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. કચ્છની રાપર વિધાનસભા બેઠકમાં કોલી, લેવા પટેલ, દલિત અને રજપૂતની વસ્તી વધારે છે. ઉપરાંત રબારી, ક્ષત્રિય તેમજ આહીર જ્ઞાતિના લોકો પણ જોવા મળે છે.અહીં શિક્ષણનું પ્રમાણ 54.76 ટકા જેટલું છે જેમાં પુરુષો અને મહિલાઓનું શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 54.42 ટકા અને 34.45 ટકા છે.

આગામી ચૂંટણી માટે નવા ઉમેરાતા મતદારોને રીઝવવાનો પ્રયત્ન થશે

રાપર વિધાનસભા બેઠક પર અગાઉની ચૂંટણીના પરિણામ વર્ષ 2012માં રાપર વિધાનસભા બેઠક માટે કુલ 10 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 2012માં રાપર મતવિસ્તારની વિધાનસભા બેઠક માટે 1,88,312 મતદારો પૈકી કુલ 1,18,161 મતદારોએ મત આપ્યા હતા. રાપર વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર બાબુલાલ ગડાને 46,064 મત મળ્યા હતા જ્યારે ભાજપના ઉમેદવાર વાઘજીભાઇ પટેલને 55,280 મત મળ્યા હતા અને 2012માં રાપર વિધાનસભા બેઠક માટે વાઘજીભાઇ પટેલ 55,280 મત મેળવી વિજેતા બન્યા હતા.વાઘજીભાઇ પટેલ 9,216 મતથી વિજેતા બન્યા હતા. 2012માં રાપર વિધાનસભા બેઠક પર વિજેતા બનેલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વાઘજીભાઇ પટેલનું 2014માં અવસાન થયું હતું અને પેટા ચૂંટણી થઈ હતી જેમાં ભાજપના ઉમેદવાર પંકજ મહેતાને 59,165 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર બાબુલાલ ગડાને 44,151 મત મળ્યા હતા.અને પેટા ચૂંટણીમાં 15,014 મતથી ભાજપના ઉમેદવાર પંકજ મહેતા વિજેતા બન્યા હતાં.

2017માં કોંગ્રેસનો પંજો ફરી વળ્યો હતો

2017 રાપર વિધાનસભા બેઠક પરિણામ જોઇએ તો વર્ષ 2017માં રાપર વિધાનસભા બેઠક માટે કુલ 13 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 2017માં રાપર મતવિસ્તારની વિધાનસભા બેઠક માટે 2,16,390 મતદારો પૈકી કુલ 1,30,145 મતદારોએ મત આપ્યા હતા. જેમાંથી 33 જેટલા મત રદ્દ કરવામાં આવ્યા હતા અને 1,30,112 મત માન્ય ગણવામાં આવ્યા હતા ઉપરાંત 4614 મત NOTA ને મળ્યા હતા અને 456 મત પોસ્ટલ બેલેટ મારફતે મળ્યા હતાં.રાપર વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર સંતોકબેન આરેઠીયાને 63,814 મત મળ્યા હતાં. જ્યારે ભાજપના ઉમેદવાર પંકજ મહેતાને 48,605 મત મળ્યા હતા અને 2017માં રાપર વિધાનસભા બેઠક માટે સંતોકબેન આરેઠીયા 63,814 મત મેળવી વિજેતા બન્યા હતા. સંતોકબેન આરેઠીયા 15,209 મતથી વિજેતા બન્યા હતાં.

આ પણ વાંચો Gujarat Assembly Election 2022 : ગાંધીધામ વિધાનસભા બેઠક પર ભાજપ હોય કે કોંગ્રેસ ઉમેદવાર તો આને જ લેવા પડશે

રાપર વિધાનસભા બેઠકની ખાસિયત રાપર જે અગાઉ રાહપર નામે ઓળખાતું હતું તે સમુદ્રકિનારાથી સરેરાશ 79 મીટર એટલે કે 259 ફીટની ઉંચાઈ પર આવેલું છે. આ કચ્છ જિલ્લાનાં વાગડ વિસ્તારનું મુખ્ય શહેર છે. જિલ્લાનું વડું મથક, ભુજ અહીંથી 140 કિલોમીટર પશ્ચિમમાં આવેલું છે. મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. અહીંના મુખ્ય ખાદ્યપાકો બાજરી, જુવાર, ઘઉં અને મગ છે; જ્યારે કપાસ, મગફળી અને એરંડા રોકડિયા પાકો છે. સિંચાઈ મુખ્યત્વે કૂવાઓ દ્વારા થાય છે. નાના બંધોની નહેરોનું પ્રમાણ ઘણું ઓછું છે. હવે પાતાળકૂવાની શરૂઆત થઈ છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. અહીંના પશુધનમાં ગાય, ભેંસ, પાડા, ઘેટાં, બકરાં, ઊંટ, ઘોડા અને ગધેડાંનો સમાવેશ થાય છે. અહીંના ઘોડાની ઓલાદ જાણીતી છે.આ તાલુકામાં રેતી, રેતીખડકો અને માટી મળી આવે છે. મીઠું પણ અહીંની મહત્વની પેદાશ છે. જંગલમાંથી મેળવાતી મુખ્ય પેદાશોમાં બાળવા માટેનાં લાકડાં, કોલસો અને ગુંદર છે.

રાપર જેવા વિસ્તારમાં ધોળાવીરા વિશ્વભરમાં જાણીતું છે

અહીંના પરંપરાગત લઘુ ઉદ્યોગોમાં ચર્મકામ, સુથારી-લુહારીકામ અને વણાટકામનો સમાવેશ થાય છે. આડેસર નજીક મીઠાનું ઉત્પાદન લેવાય છે. રાપરમાં જિન અને તેલની મિલ પણ છે. ખેતીનાં યાંત્રિક સાધનોનું સમારકામ થાય છે. રાપર તાલુકામાં જાન મઢીયા તથા ફિફવો જેવી નદીઓ અને લીલવો ડુંગર નામક એક પર્વત પણ છે. રાપર તાલુકામાં કપાસ, એરંડા, બાજરી, મગ, તલ, જીરું, ઇસબગુલ, ગુવાર, કોડ, રાયડો, ઘઉં, શકકરટેટી તેમજ જુવાર જેવા પાકોનું વાવેતર થાય છે.

આ પણ વાંચો Gujarat Assembly Election 2022 : કચ્છની અંજાર વિધાનસભા બેઠક જીતવામાં કોઇપણ વિપક્ષને કેમ ભોં ભારે પડે છે?

તાલુકામાં ચાર ગ્રંથાલયો અને બે વાચનાલયો છે. આ તાલુકામાંથી ડીસા કંડલા મીટરગેજ રેલમાર્ગ પસાર થાય છે. આ માર્ગ પર રાપર સહિત પાંચ જેટલાં રેલમથકો છે. જિલ્લા પંચાયત અને જાહેર બાંધકામ ખાતા-હસ્તક આશરે 450 કિમી. લંબાઈના પાકા અને 265 કિમી. લંબાઈના કાચા રસ્તા આવેલા છે. તાલુકામાં 157 પ્રાથમિક શાળાઓ, 7 માધ્યમિક શાળાઓ, 1 ઉચ્ચતર માધ્યમિક શાળા, બાલમંદિરો, તાલુકા-પુસ્તકાલય તથા પ્રૌઢશિક્ષણના રાત્રિવર્ગોની સગવડ છે. તાલુકામાં ચાર ગ્રંથાલયો અને બે વાચનાલયો છે.

રાપર આસપાસનાં લગભગ 110 ગામો માટે આ મુખ્ય ખરીદવેંચાણ કેન્દ્ર છે. રાપરની આસપાસનાં લગભગ 100 કિ.મી. જેટલા વિસ્તારમાં કોઈ મોટું શહેર ન હોવાનાં કારણે સ્થાનિક લોકો માટે રાપર વ્યાપાર ધંધાનાં કેન્દ્ર સમાન બનેલું છે. આસપાસનાં લગભગ 110 ગામો માટે આ મુખ્ય ખરીદ-વેંચાણ કેન્દ્ર હોતા અહીં લગભગ બધીજ બેંકોની શાખાઓ તથા મોટી બજારો આવેલી છે. તદ્‌ઉપરાંત ઘણી શિક્ષણ સંસ્થાઓ આવેલી છે. જેમાં લેઉવા પાટીદાર કન્યા કેળવણી શાળા, સ્વામિનારાયણ ગુરુકુળ અને કૉલેજ તથા પીટીસી કેન્દ્ર મુખ્ય છે. રાપર ખાતે સમુદ્ર કિનારો તથા ત્રિકમ સાહેબની જગ્યા જેવાં જોવાલાયક સ્થળો આવેલાં છે. ઉપરાંત રાપરની નજીકમાં આવેલું ધોળાવીરા લગભગ 5000 વર્ષ પહેલાંની સિંધુ ખીણની હડપ્પીય સંસ્કૃતિનો વારસો અને અવશેષ ધરાવતું પ્રખ્યાત પૂરાતત્વ સ્થળ છે. જેને ગત વર્ષે વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

રાપરમાં નગરપાલિકાના પ્રશ્નો લોકોને વધુ અકળાવે છે

રાપર વિધાનસભા બેઠકની માગ રાપર શહેરમાં જનતા રખડતા ઢોર, પાણી જેવી ઘણી સમસ્યાઓને લઇ પરેશાન થઇ રહી છે. લોકોની આ સમસ્યાઓને ધ્યાને લઇ રાપર નગરપાલિકાના પ્રતિનિધિમંડળ પણ આગળ આવીને કાર્ય કરે તેવી માંગણી પણ રહી છે તો આવનારા સમયમાં રખડતા ઢોર, પાણીની સમસ્યા, નર્મદા કેનાલની મુદ્દો, ટ્રાફીક, પોલીસની પજવણી સહિતના ઘણા પ્રશ્નો 2022ની ચૂંટણી અંગેના મુદ્દાઓ બની શકે છે. Gujarat Assembly Election 2022 Rapar Assembly Seat Assembly seat of Rapar Gujarat Assembly Election 2017 Gujarat election 2022 Election 2022 Mansinh Chauhan Seat Ajitsinh Chauhan Seat ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022, રાપર વિધાનસભા બેઠક , રાપરની વિધાનસભા બેઠક, ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017, ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી 2014 ગુજરાત ચૂંટણી 2022, ચૂંટણી 2022, સંતોકબેન આરેઠીયાની બેઠક, પંકજ મહેતાની બેઠક

ABOUT THE AUTHOR

...view details